હળવદઃ પરિણીતાનું પાણીના ટાંકામાં ડૂબવાથી મોત, મહિલાનો બનેવી પર આવ્યો હતો છેલ્લો ફોન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હળવદઃ પરિણીતાનું પાણીના ટાંકામાં ડૂબવાથી મોત, મહિલાનો બનેવી પર આવ્યો હતો છેલ્લો ફોન

હળવદઃ પરિણીતાનું પાણીના ટાંકામાં ડૂબવાથી મોત, મહિલાનો બનેવી પર આવ્યો હતો છેલ્લો ફોન

 | 3:12 pm IST

હળવદ શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વાઘરોડિયા (પટેલ)ના યુવાન દીકરા ચૈતન્યના લગ્ન ત્રણ માસ પહેલાં જ જૂના ઘાંટીલા ખાતે રહેતા ઘનશ્યામભાઈ નાડવીની પુત્રી સંતોષ (ઉર્ફે પ્રાંચી) સાથે થયા હતા. હળવદ ખાતે સોમવારે સવારે નવ કલાકના અરસામાં પ્રાંચીએ ઘરના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાં પડી જતાં મોત થયા બાદ સાસરિયા પક્ષમાં દોડધામ મચી જવા પામી હતી. આ બાબતે પ્રાંચીના શંકાસ્પદ મોત અંગેની પોલીસ ફરિયાદ તેણીના પિતા ઘનશ્યામભાઈ વીડવીએ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આક્ષેપ સાથે જણાવેલ કે તેની ૨૨ વર્ષીય લાડકી દીકરી સંતોષ ઉર્ફે પ્રાંચીને તેનો પતિ ચૈતન્ય (ચેતન) સસરા પ્રવીણભાઈ વાઘરોડિયા (પટેલ) તથા સાસુ જોશનાબેન વાઘરોડિયા (પટેલ) ત્રણેય વારંવાર મારી દીકરીને કરિયાવર બાબતે ઝઘડો કરતા હતા અને વારંવાર મેણાટોણા મારી હડધૂત કરતા હતા. રોજબરોજ કરિયાવર લઈ વવા બાબતે માનસિક ત્રાસ આપતા મારી દીકરીએ આ પગલું ભર્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

પાંચમા નંબરની લાડકી દીકરીનું હુલામણું નામ પ્રાંચી
મૃતક પ્રાંચીના પિતા ઘનશ્યામભાઈ વીડવી તથા માતા જયાબેન વીડવીને છ સંતાનો હતા જેમાં પાંચ દીકરીઓ હતી અને પાંચમા નંબરની દીકરી સંતોષ ખૂબ જ લાડકોડથી માવતરે ઉછરી હતી. પાંચમા નંબરની આ દીકરીને તેનો આખો પરિવાર પ્રાંચી કહેતા હતા અને હુલામણા નામે જ પ્રાંચી આખા જૂના ઘાંટીલા ગામે ઓળખાતી હતી જે આજે આ ફાની દુનિયા છોડી ચાલી ગઈ છે.

મૃતક પ્રાંચીનો છેલ્લો ફોન તેના બનેવી ઉપર આવેલો
આ બાબતે પ્રાંચીના માવતરના કુટુંબીજનો પાસેથી મળતી વિગત મુજબ પ્રાંચીએ સોમવારે સવારે ૯ કલાકે પાણીમાં પડી ગયા પહેલાં ૮ કલાકે તેણીના બનેવી હિતેશભાઈ ઉપર ફોન કરેલો જેમાં પણ તેના સાસુ-સસરા અને પતિ કરિયાવર બાબતે વારંવાર ઝઘડો કરતા હોવાનું જણાવેલ હતું અને આ બાબતે હિતેશભાઈએ અડધો કલાકમાં રૃબરૃ આવું છું તેમ જણાવેલ હતું. જ્યારે ઘરે પહોંચ્યા ત્યાં ખેલ ખલાસ થઈ ગયો હતો. જેથી આ મૃત્યુ શંકાસ્પદ હોવાનો સ્પષ્ટ આક્ષેપ મૃતકના પિતા તેણીના પરિવારજનો કરી રહ્યા છે.

મૃત્યુ અંગેના તપાસ માગતા મુદ્દાઓ
* મૃતક પ્રાંચીના હળવદ ખાતે આવેલા સાસરિયાના મકાનમાં ફળિયાના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું, પરંતુ ટાંકાનું ઢાંકણું જ દોઢ બાય બે ફૂટનું છે અને ઊંડાઈ પાંચ ફૂટ છે. જ્યારે પ્રાંચીની લંબાઈ પાંચ બાય પાંચની હોવાનું તેણીના પરિવારજનોએ જણાવેલ છે.
* મૃતક પ્રાંચીના બનેવી હિતેશભાઈએ આક્ષેપ સાથે જણાવેલ કે પ્રાંચીને પાણીમાં તરતા આવડતું હતું.
* હિતેશભાઈ તથા મૃતકના પિતા ઘનશ્યામભાઈએ જણાવેલ કે અમારી દીકરી ટાંકામાં પડી ગઈ પણ અમોને ટાંકામાં પામી કેટલું હતું, કેવી રીતે પડી, ક્યારે પડી તેની કોઈ માહિતી આજદિન સુધી આપી નથી.

આ બાબતે યોગ્ય તપાસ ચાલુ છે – તપાસનીશ અધિકારી
હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તપાસનીશ અધિકારી એ. બી. જાડેજાએ જણાવેલ આ અંગે ફરિયાદીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની અટક ટૂંક સમયમાં કરી નાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન