A woman has been hit and killed at the scene of a truck collision with Activa
  • Home
  • Featured
  • કડી: ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક મહિલાનું ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત

કડી: ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક મહિલાનું ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત

 | 6:52 pm IST

કડી તાલુકાના થોળ મેઇન હાઇવે હવે ગોઝારો બનતો જાય છે. ચાલુ વર્ષમાં આજ જગ્યા ઉપર ૩ના મોત થયેલ હતા. જ્યારે આ પેટ્રોલ પંપ પાસે ગ્રામજનો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરેલ છતા સ્પીડ બ્રેકર નહીં બનાવતા છાસવારે અકસ્માત થતા રહે છે.

આજ રોજ તારીખ 22/9/2019ના રવિવારના વહેલી સવારે 7 વાગ્યે અમદાવાદ-જોધપુર રહેતા ઠાકોર રમણજી તસાજી પોતાના પત્ની અગરબહેનને એક્ટિવા GJ1UL 0680 ઉપર થોળ રોડ ઉપર પેટ્રોલ પંપ સામેની સાઇડથી પસાર થતા હતા તે સમયે GJ10 W 6238 નંબરની પસાર થતા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારતા એક્ટિવા પર સવાર બને દંપતિ પડી જતા પાછળ બેઠેલા ઠાકોર અગરબહેન રમણજી ઉંમર વર્ષ 48 રોડ બાજુ પડતા ટ્રકના પાછળના ટાયરમાં અગરબહેનનું માથું આવી જતા ઘટનાસ્થળે અગરબહેનનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

જેથી ઘટનાસ્થળે બાવલું પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. એસ. રબારી પો. કો. અજયસિંહ, સંદીપભાઈ, જયેશભાઇ વિગેરે આવીને લાશને પી .એમ માટે કડી લઈ ગયેલ તેમજ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલક અકસ્માત કરી ફ્રાર થયી ગયો હતો અને રોડ ઉપર જતા વાહનચાલકો તેમજ ગ્રામજનોએ બમ્પ બનાવવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : હાઉડી મોદી માટે અમેરિકાનું હ્યુસ્ટન તૈયાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન