A Woman with two boyfriend murdered their ex-husband
  • Home
  • Featured
  • પૂર્વ પતિની હત્યા કર્યા બાદ બે પ્રેમીઓ સાથે પત્નીએ કરી હેવાનિયતની હદ પાર…

પૂર્વ પતિની હત્યા કર્યા બાદ બે પ્રેમીઓ સાથે પત્નીએ કરી હેવાનિયતની હદ પાર…

 | 7:49 pm IST

રાજકોટમા ફરી એકવાર સંબંધોનુ ખુન થયાનુ સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પુર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા પુર્વ પત્નીએ પોતાના બે પ્રેમિઓ સાથે મળી પોતાના પુર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મંગળવારના રોજ રાજકોટ પોલીસને શક્તિ સોસાયટીના આવાસ યોજનાના ક્વાટરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા લાશ જામનગરના શખ્સની હોવાનુ ખુલ્યુ હતુ. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા હત્યા મૃતકની પુર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી કરી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસની પુછપરછમા મહિલા આરોપીએ જણાવ્યુ હતુ કે, ચાર માસ પહેલા તેના છુટાછેડા થયા હતા. તેમ છતા તેનો પુર્વ પતિ તેની સાથે માર ઝુડ કરતો હતો. જેથી કંટાળીને તેણીએ તેના બંને પ્રેમીઓ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે પુર્વ પત્નીએ પોતાના પુર્વ પતિને જામનગરથી બોલાવ્યો હતો.

પુર્વ પતિ દિલીપને ઘરે બોલાવી જશા અને સુરેશની મદદથી દિલીપને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ ત્રણેય લાશ પાસે જમ્યા હોવાનુ પણ પોલીસને જણાવ્યુ હતુ. ત્યારે પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી અને લોહીવાળા કપડાં સહિતના પુરાવાઓ એકત્ર કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન