અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા સફાઇ કામદારનું ગુંગળામણના કારણે મોંત - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા સફાઇ કામદારનું ગુંગળામણના કારણે મોંત

અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા સફાઇ કામદારનું ગુંગળામણના કારણે મોંત

 | 8:42 pm IST

જમાલપુર વિસ્તારની રીયાઝ હોટલ પાસે ગટર સાફ કરવા માટે દોઢ કલાકથી ગટરમાં ઉતરેલા એક સફાઇ કામદારનુ ગુંગળામણના કારણે મોંત નિપજયુ હતુ. સફાઇના પુરતા સાધનો અને સફાઇ કામદારની સુરક્ષા માટે કોઇ દરકાર ના લીધી હોવાથી દર્પણ એજન્સીના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટર વિરુધ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન આઇપીસીની કલમ ૩૦૪ ( છ) માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે મ્રુતક સફાઇ કામદારના પરિવાર જનોએ તેના પરિવારનુ ભરણપોષણ થાય તે માટે રુપીયા ૧૦ લાખ અને સફાઇ કામદારના ૩ પૈકી બે સંતાનોને સરકારી નોકરી મળે તે માંગણી કરી છે. જો તે માંગણી સંતોષાય નહી તો મ્રુતક સફાઇ કામદારની લાશ સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે. ૨૪ કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં હજી સુધી પરિવારે લાશ સ્વીકારી નથી.

બહેરામપુરા હેલ્થ કવાટર્સમાં રહેતા દલસુખ ભાઇ દાનાભાઇ ચાવરીયા કોર્પેોરેશનના પેટા કોનટ્રાકટર ધ્વારા કામ કરે છે. સોમવારે રાત્રે દર્ષણ એજન્સીના અધિકારીનો ફોન દલસુખભાઇને આવ્યો હતો. જેના કારણે રાત્રે તેઓ જમાલપુર ચકલા પાસેની રીયાઝ હોટલ પાસેની ગટરમાં સફાઇ કરવા માટે ઉતર્યા હતા. દોઢ કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં તે પરત નિકળ્યા નહોતા. જેથી તપાસ કરતાં તેઓનુ ગટરમાં જ ગુંગળાઇ ગયા હતા.જેના કારણે તેમણે સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.જયાં ફરજ પરના ડોકટરે મ્રુત જાહેર કર્યા હતા.

આ અંગે દલસુખભાઇના કેટલાક પરિવારજનોને બાઉન્સરોએ હોસ્પિટલમાં જવા દીધા નહોતા જેના કારણે બોલાચાલી થતાં બાઉન્સરોએ દાદાગીરી કરી તેમની સાથે મારપીટ કરી હતી. મ્રુતક દલસુખભાઇને પત્નિ તેમજ બે પુત્રીઓ અને એક પુત્ર છે. જેના કારણે તેમનુ ભરણ પોષણ કરવા માટે ૧૦ લાખ રુપીયા અને બે સંતાનોને સરકારી નોકરીની માંગણી મ્રુતકના ભાઇ કનૈયાલાલ ચાવરીયાએ કરી હતી. હાલ પણ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. જયાં સુધી તેમની માંગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી લાશ નહી લેવાની ચિમકી ઉચ્ચારી છે.

સુપ્રિમકોર્ટની ગાઇડ લાઇનનો ભંગ કોન્ટ્રાકટરો કરે છે ભોગવવુ સફાઇ કામદારના પરિવારે પડે છે
સુપ્રિમ કોર્ટેની ગાઇડ લાઇન છે તે પ્રમાણે કોઇ પણ સફાઇ કામદારને ગટરમાં ઉતારવો નહી, જો કોઇ કારણસર ઉતારવો હોય તો તેની મરજી હોય તો જ ઉતારવો અને તેની સુરક્ષાના પુરતા સાધનો હોય તો જ સફાઇ કામદારને ગટરમાં ઉતારવો જોઇએ. તેમ છતાં સુપ્રિમકોર્ટની ગાઇડ લાઇનનો છડેચોકભંગ કરીને કોન્ટ્રાકટો સફાઇ કામદારને ગટરમાં ઉતારે છે. જેનુ પરિણામ સફાઇ કામદારના પરિવારને ભોગવવુ પડે છે.