A young man from Ahmedabad cheated his own friends to get a job worth Rs 19 lakh
  • Home
  • Ahmedabad
  • ઇન્સ્ટાગ્રામ થકી યુવતીના પ્રેમમાં અંધ બનેલ યુવકનું કારસ્તાન, દોસ્તોને ચોધાર આંસુએ રડાવ્યા

ઇન્સ્ટાગ્રામ થકી યુવતીના પ્રેમમાં અંધ બનેલ યુવકનું કારસ્તાન, દોસ્તોને ચોધાર આંસુએ રડાવ્યા

 | 7:53 pm IST

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કોલકત્તા (Kolkata) ની યુવતી સાથે પ્રેમમાં પડેલો યુવક ઠગાઈના રવાડે ચઢી ગયો અને યુવતીને કપડા અને મોબાઈલ અપાવવા માટે તેણે પોતાના જ મિત્રોના 19 લાખ રૂપિયા નોકરી અપાવવાનું કહી ચાઉં કરી લીધા. સોશિયલ મીડિયા (Social media) થી વર્ષો બાદ સ્કૂલ ફ્રેન્ડ (School friend) ને આ યુવક મળ્યો અને લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. યુવતીના પ્રેમમાં પડેલો યુવક હવે જેલના સળિયા પાછળ ધકેલાશે.

આરોપી હર્ષદ પાટીલ એન્જીનીયર છે અને તે પહેલા અમરાઈવાડીની એક સ્કૂલમાં ભણતો હતો. સ્કૂલ પુર્ણ થયા બાદ તેના મિત્રો સાથે સંપર્ક તૂટી ગયો. જોકે સોશિયલ મીડિયા થકી ફરીથી તે પોતાના મિત્રોને મળ્યો. જોકે મિત્રતા નિભાવવાના બદલે આરોપીએ પોતાના મિત્રો સાથે દગો કર્યો. હર્ષદે તેના મિત્ર મેહુલને એરક્રાફ્ટ એન્જીનીયરની નોકરીની લાલચ આપી અને પિતા આઈબીમાં હોવાથી ઓળખાણથી કાર્ગો ઓફિસરની લાલચ આપી ટુકડે ટુકડે 17 લાખ પડાવ્યા. માત્ર આ એક જ મિત્ર નહિ પણ અન્ય એક સ્ત્રી મિત્રના પતિ અને પાડોશીને પણ નોકરીની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપી વિરુદ્ધ રામોલમાં ફરિયાદ થતા જ પોલીસ તેના ઘરે પહોંચી અને તેની અટકાયત કરી ધરપકડ કરી હતી. આરોપી હર્ષદની પૂછપરછ કરતાં તેના જવાબ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ કબુલાત કરી કે તેને ઇન્સ્ટાગ્રામ થકી કોલકાતાની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો અને તેને મળવા જતો આટલું જ નહીં પ્રેમિકા સામે ઇમ્પ્રેશન જમાવવા તેને 25 હજારના અવાર નવાર કપડા અને મોંઘા ફોન અપાવતો અને પ્રેમિકાના મોજશોખ પુરા કરાવતો હોવાનુ સામે આવ્યુ છે. જોકે પ્રેમિકાને જાણ ન હતી કે હર્ષદ તેના જ મિત્રોને નોકરીની લાલચ આપીને ઠગાઈ કરી તેના મોજશોખ પુરા કરાવી રહ્યો છે.

આરોપીએ તેના પિતા આઈબીમા હોવાની પણ વાતો લોકોને કરતા હવે તેની પણ તપાસ કરાશે. બીજીતરફ આરોપી પોલીસ સામે કગરતો રહ્યો કે, તેને ગુનો કબુલ છે અને પોલીસ સામે એક આજીજી કરી કે તેની ગર્લફ્રેન્ડનો કોઈ વાંક ન હોવાથી તેના પર કોઈ કાર્યવાહી ન કરે. બીજી તરફ 19 લાખથી વધુની આ તમામ રકમ તેણે ગર્લફ્રેન્ડ પાછળ જ વાપર્યા છે કે અન્ય કોઈ જગ્યાએ તે બાબતે હવે પોલીસ તેના રિમાન્ડ મેળવી હિસાબ મેળવશે.

આ વીડિયો પણ જુઓ : ડાંગ પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન