કેરળમાં યુવા કોંગ્રેસી નેતાની થઇ હત્યા, CPMના કાર્યકર્તાઓ ઉપર આરોપ - Sandesh
  • Home
  • India
  • કેરળમાં યુવા કોંગ્રેસી નેતાની થઇ હત્યા, CPMના કાર્યકર્તાઓ ઉપર આરોપ

કેરળમાં યુવા કોંગ્રેસી નેતાની થઇ હત્યા, CPMના કાર્યકર્તાઓ ઉપર આરોપ

 | 6:45 pm IST

કેરળના કન્નૂર જિલ્લાના મત્તાનૂરમાં કથિત રીતે સીપીએમના કાર્યકર્તાઓએ યુવા કોંગ્રેસના 20 વર્ષના કાર્યકરની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

આ ઘટના સોમવારે રાત્રે એ સમયે ઘટી હતી કે જ્યારે કારમાં આવેલા ચાર હુમલાખોરોએ એસપી સુહૈલ અને પક્ષના અન્ય બે સભ્યો પર દેશી બોંબ ફેંક્યો હતો અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો.

સુહૈલ મત્તાનૂર પ્રખંડ યુવા કોંગ્રેસના સચિવ હતા. જે સમયે હુમલો થયો, એ સમયે તેઓ થેરૃર અને રિયાઝની સાથે રસ્તા પર એક ચાની દુકાન ઉપર ઊભા હતા. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ સુહૈલને થાલચેરી સ્થિત ઇંદિરા ગાંધી કો ઓપરેટિવ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. ઘાયલોની સ્થિતિ સ્થિર છે.