A youth from Ahmedabad threatened to blow up Ayodhya
  • Home
  • India
  • અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદનો યુવક શંકાના ઘેરામાં

અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદનો યુવક શંકાના ઘેરામાં

 | 8:32 pm IST
  • Share

  • અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી

  • CRPF અને એટીએસની ટુકડીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

  • ધર્મશાળાઓ અને મુખ્ય મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી

સોશિયલ મીડિયા પર અયોધ્યા નગરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી કર્મચારીઓએ અયોધ્યામાં સઘન તપાસ શરૂ કરી છે. અયોધ્યાના તમામ પ્રવેશદ્વારો, હોટલ, ધર્મશાળાઓ અને મુખ્ય મંદિરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસ પ્રશાસન એક્શનમાં

પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનો અને એટીએસની ટુકડીને સંપૂર્ણ રીતે સક્રિય કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રામ નગરીમાં આતંકવાદી હુમલાના ઈનપુટ મળ્યા બાદ પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે.

સીઓ અયોધ્યા આરકે ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર આતંકવાદી હુમલાની ધમકીની માહિતીને આધારે, શહેરના તમામ પ્રવેશ માર્ગો પર સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમગ્ર શહેરમાં સીઆરપીએફ અને એટીએસની ટુકડીઓને સક્રિય રાખવામાં આવી છે. રામ નગરીના તમામ મુખ્ય સ્થળો પર CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી

તેમણે કહ્યું કે આવા કોઈ ખતરા અંગે પ્રશાસન પાસે કોઈ પુષ્ટિ માહિતી નથી, છતાં તકેદારી વધારવામાં આવી છે. તો બીજી તરફ અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની મોટી માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આતંકી હુમલાની ધમકી આપનાર કથિત યુવક ગુજરાતના અમદાવાદથી જણાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો