A youth from Goima village was caught harassing Pardi's child by sending obscene messages
  • Home
  • Gujarat
  • બાળકી સાથે સંબંધ રાખવા તેણીના માતા સાથેના અંગત પળોના ફોટા વાયરલ કરી દેવાની ધમકી

બાળકી સાથે સંબંધ રાખવા તેણીના માતા સાથેના અંગત પળોના ફોટા વાયરલ કરી દેવાની ધમકી

 | 6:08 pm IST
  • Share

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરાને મોબાઇલમાં વોટ્સએપ પર અશ્લીલ મેસેજો મોકલાવીને માનસિક ત્રાસ આપ્યા બાદ તરુણીને રસ્તામાં ઊભી રાખીને તેણીની માતા સાથે પોતાના અંગત પળના ફોટો વાયરલ કરવાની ધમકી આપતા નરાધમ આરોપીને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.

પારડી તાલુકાના એક ગામમાં રહેતા વેપારી હિતેશભાઇ પટેલ (નામ બદલ્યું છે)એ ગત તા. 05-07-2021ના રોજ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પારડીના ગોઇમા ગામના દાંડી ફળિયામાં રહેતા આરોપી સ્મિત સુરેશ પટેલ (ઉં.વ.૨૨)એ ગત તા. 30-05-2021એ મળસકે 1.32થી 1.54 વાગ્યા દરમિયાન તેમની 14 વર્ષીય પુત્રી હિરલ (નામ બદલ્યું છે)ના મોબાઇલ પર વોટ્સએપના માધ્યમથી અત્યંત અશ્લીલ કહી શકાય તેવા સંખ્યાબંધ મેસેજો મોકલ્યા હતા. ગભરાઇ ગયેલી હિરલે પિતાને આ બાબતે વાત કર્યા બાદ આરોપીનો મોબાઇલ નંબર બ્લોક કરી દેતા હવસખોર સ્મિત પટેલે મોડી સાંજે બીજા નંબર પરથી તરુણીને તેનો નંબર બ્લોક કેમ કર્યો તેમ કહીને માફી માંગતો મેસેજ મોકલ્યો હતો. તરુણીએ એ મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો.

દરમિયાન ગત તા. 26-6-2021એ હિરલે બપોરના સમયે પિતાને ફોન પર રડતાં-રડતાં જણાવ્યું હતું કે, બપોરે તેણી કાકાના ઘરે જતી હતી ત્યારે મોટરસાઇકલ પર આવી પહોંચેલા આરોપી સ્મિત પટેલે તરુણીનો હાથ પકડી લઇ મારી સાથે બોલતી કેમ નથી, મારી સાથે બોલવા લાગજે નહીં તો તારી મમ્મીના મારી સાથેના ફોટો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપતા ગભરાઇ ગયેલી તરુણી આરોપીનો હાથ છોડાવીને ઝડપથી ઘરે દોડી ગઇ હતી. દીકરીની વાતો સાંભળીને પિતા હિતેશભાઇ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતાં અને આરોપી સ્મિતના પિતા સુરેશને મળીને તેમના કપૂતની કરતૂત અંગે માહિતગાર કર્યા હતા. પરંતુ સુરેશએ પીડિતના પિતાની વાત કાને ધરી ન હોતી. જેથી કંટાળીને અંતે હિતેશભાઇ પટેલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર પી.આઇ. વી.એચ. જાડેજા, પી.એસ.આઇ. જે.જી. મોડ અને પી.એસ.આઇ. આર.બી.વનારએ અલગ-અલગ ટીમો બનાવીને, ટેક્નિકલ વર્કઆઉટ કરી આરોપી સ્મિતને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.

ગત વર્ષે છેડતી અને પોક્સો એક્ટના ગુનામાં પકડાયો હતો

જે અંગેની માહિતી આપતા ડી.એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, પકડાયેલો આરોપી સ્મિત પટેલ વિરુદ્ધ વર્ષ 2020માં પારડી પોલીસમથકમાં જાતીય સતામણી તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો