આતંકી પુત્રને પરિવારની અપીલ- 'અલ્લાહ ખુશ થશે નહી...' - Sandesh
  • Home
  • India
  • આતંકી પુત્રને પરિવારની અપીલ- ‘અલ્લાહ ખુશ થશે નહી…’

આતંકી પુત્રને પરિવારની અપીલ- ‘અલ્લાહ ખુશ થશે નહી…’

 | 10:23 am IST

આતંકી સમૂહમાં સામેલ થયેલા યુવકના પરિવારવાળાઓએ તેમને પરત ફરવાની ભાવૂક અપીલ કરી છે. યુવકના પરિવારનું કહેવું છે કે, તેને પોતાના પરિવારની રક્ષા કરવી જોઈએ. આતંકના કામથી અલ્લાહ ખુશ થશે નહી. તે પાછલા 4 મહીનાથી કોઈ આતંકી સમૂહ સાથે જોડાયેલ છે.

યુવકના પરિવારના લોકોએ કહ્યું, ચાર મહિના પહેલા થઈ ચૂક્યા છે. તે ખુબ જ ભણેલો-ગણેલો યુવક છે. તેને પરત ફરવું જોઈએ અને પોતાના પરિવારની દેખભાળ કરવી જોઈએ. તેની માં પણ બિમાર છે. અલ્લાહ આનાથી ખુશ થશે નહી.

ઘર પરત ફરનાર લોકોને સરકાર આપી રહી છે ક્ષમા-દાન

જણાવી દઈએ કે, કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર પ્રદેશના યુવાઓને કટ્ટરપંથી વિચારધારા અને આતંકી સમૂહથી દૂર રાખવા માટે અભિયન ચલાવી રહી છે. જોકે, તે છતાં યુવાનોની આતંકી સમૂહોમાં ભરતી ચાલું છે. બીજી તરફ લાચાર પરિવાર રસ્તો ભટકી ગયેલા યુવાનોને ઘરે પરત ફરવાની અપિલ કરી રહ્યાં છે. આ કારણે રાજ્ય સરકાર એવા યુવાઓને બધી જ રીતે ક્ષમા-દાન આપવાની છે જે આતંકી સંગઠનમાં સામેલ તો થઈ ગયા પરંતુ હવે પરત ફરવા માંગે છે.

રાજ્ય સરકાર સંરક્ષણ આપવા માટે તૈયાર

એવા યુવા જેમને કોઈ કટ્ટરપંથી સંગઠનમાં સામેલ થયા બાદ પણ કોઈ આતંકી અથવા હિંસક વારદાતને અંજામ આપ્યો ના હોય, તેમને રાજ્ય સરકાર સુરક્ષા પૂરી પાડવા માટે તૈયાર છે. તે ઉપરાંત સરકારે બીજી પણ અન્ય એવી યોજનાઓ પર કામ કરી રહી છે કે, જેનાથી યુવાઓને રોજગાર અને રચનાત્મક કાર્યો સાથે જોડી શકાય.

આ વર્ષે 130થી વધારે યુવા આતંકી સમૂહ સાથે જોડાય
આંકડાઓ અનુસાર વર્ષ 2010 પછી આ વર્ષે સૌથી વધારે લગભગ 130 સ્થાનિક યુવા વિભિન્ન આતંકી સંગઠનોમાં સામેલ થયા છે. આમાં મોટાભાગના યુવાનો આંતરાષ્ટ્રીય આતંકી સંગઠન અલકાયદાના વિચારોને સમર્થન આપનાર સમૂહો સાથે જોડાયેલ છે. અધિકારીઓ અનુસાર 31 જૂલાઈ સુધી 131 યુવા વિભિન્ન આતંકી સંગઠનો સાથે જોડાયેલ છે. આમાંથી સૌથી મોટી સંખ્ય દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાની છે, જ્યાંથી 35 યુવા આતંકવાગી સંગઠનમાં સામેલ થયા છે.