aadai teaser release karan johar actress amala paul
  • Home
  • Entertainment
  • Bollywood
  • VIDEO: કરણ જોહરની નવી મુવીનું ટીઝર રિલીઝ, બધાની વચ્ચે જોવાાઈ એવું નથી

VIDEO: કરણ જોહરની નવી મુવીનું ટીઝર રિલીઝ, બધાની વચ્ચે જોવાાઈ એવું નથી

 | 2:31 pm IST

કરણ જોહર ફરી એક વખત ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યાં છે. તેણે હાલમાં જ તેની એક તમિલ ફિલ્મનું ટિઝર રિલીઝ કર્યું છે. કરણ જોહરની તમિલ ફિલ્મ આદાઈનું ટિઝર રિવીલ કરવામાં આવ્યું છે. જો કે થોડા સમય પહેલા જ કરણે એક પોસ્ટર જાહેર કર્યું હતું ત્યારથી જ લોકોને રાહ હતી કે ટિઝર ક્યારે આવે. હવે ફાઈનલી આ ટિઝર આવી ચૂક્યુ છે.

કરણ જોહરે ફિલ્મનું ટિઝર શેર કર્યું છે અને ફ્રિડમની વાત મુકીને આઝાદી વિશે વાત કરી છે. કરણ જોહરે લખ્યું છે કે, જે તમે બોલો છો તે જ સ્વતંત્રતા છે. તમિલ ફિલ્મ આદાઈ કે જે સમાજમાં ફેલાયેલી ખોટી આદતો અને ઝંઝીરોને તોડી નાખશે.

આદાઈ ફિલ્મમાં હિરોઈન અમાલા પોલ લીડ રોલમાં છે. તેમાં તે ઘણી બોલ્ડ દેખાઈ રહી છે. રત્ન કુમાર હેઠળ આ ફિલ્મનું ડાયરેક્શન થયું છે. વી સ્ટુડિયો અને વિજય કાર્તિક કન્નને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. એક્ટ્રેસ અમલા પોલે ફિલ્મનું ટીઝર આવતા પહેલા લખ્યું હતું કે, તમારા તમામ લોકોના સતત સપોર્ટથી અને પ્રેમના કારણે એક બીજાના સફરની તરફ આગળ વધી રહી છું. મને દુઆઓમાં યાદ રાખજો. ટૂંક સમયમાં આ ફિલ્મ રૂપેરી પડદે રિલીઝ થવાની છે.

ટીઝરની શરૂઆતમાં મા પોતાની દિકરી ખોવાઈ છે તેની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચે છે. પોલીસ ઈન્સપેક્ટર તેને એક દિવસ વધારે રોકાવાનું કહે છે. એ સમયે માતા પોલીસને બતાવે છે કે જ્યારે તેની દિકરી સાથે છેલ્લી વખત વાત થઈ ત્યારે તે નશામાં હતી. યુવતીને શોધવા માટે પોલીસ આમ તેમ ફરે છે. પોલીસને જ્યારે યુવતી મળે છે ત્યારે તે પૂરી રીતે ન્યૂડ હોય છે. ફિલ્મનું ટિઝર હોરર સાથે હાર્ડ હિટીંગ પણ લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન