આ કાર્યના વેરિફિકેશન માટે આધાર નંબર આપવાની નહી રહે જરૂર - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ કાર્યના વેરિફિકેશન માટે આધાર નંબર આપવાની નહી રહે જરૂર

આ કાર્યના વેરિફિકેશન માટે આધાર નંબર આપવાની નહી રહે જરૂર

 | 6:50 pm IST

આધારથી ડેટા લીક થવાની તમામ શંકાઓની વચ્ચે યૂનિક આઈડેન્ટીફિકેશન ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI)એ વેરિફિકેશન માટે વર્ચુઅલ આઈડી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. કોઈ પણ આધાર કાર્ડ ધારક uidai.gov.in પર જઈને પોતાનું વર્ચુઅલ આઈડી નિકાળી શકે છે.

16 ડિજીટનો નંબર :

વર્ચુઅલ આઈડી કોમ્પ્યુટરથી બનાવામાં આવેલો 16 ડિજીટનો નંબર હશે જેને જરૂરિયાત પર તરત જાહેર કરી શકાય છે. તેને 1 માર્ચ 2018થી જનરેટ કરવામાં આવશે.

આધાર નંબર વગર ઑથન્ટિકેશન :

આ આઈડી દ્વારા આધાર નંબર વગર તમે સિમ કાર્ડ માટે કે કોઈ પણ અન્ય કામ માટે તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો.

આધારથી મેપ થશે વર્ચુઅલ આઈડી :

વર્ચુઅલ આઈડી આધારથી મેપ થશે. આધાર હોલ્ડર ઘણી બધી વખત આઈડી જનરેટ કરી શકે છે. નવી આઈડી જનરેટ થવાની સાથે જુની આઈડી રદ્દ થઈ જશે.

1 જૂન, 2018થી અનિવાર્ય :

વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરનાર બધી એજન્સીઓ માટે વર્ચુઅલ આઈડી 1 જૂન 2018થી ફરજીયાત થઈ જશે. તેનું પાલન ન કરનાર એજન્સીઓને દંડ ચૂકવવો પડશે.

એજન્સીઓ નહી બનાવી શકે વર્ચુઅલ આઈડી :

UIDAIના અનુસાર, વેરિફિકેશન કરનાર એજન્સીઓ કાર્ડ ધારકની જગ્યાએ વર્ચુઅલ આઈડી નહી બનાવી શકે.