હેકર્સે ટ્વિટર પર મૂક્યા આધારના બાયોમેટ્રિક ડેટા ને પછી થયું કંઇક આવું... - Sandesh
  • Home
  • Business
  • હેકર્સે ટ્વિટર પર મૂક્યા આધારના બાયોમેટ્રિક ડેટા ને પછી થયું કંઇક આવું…

હેકર્સે ટ્વિટર પર મૂક્યા આધારના બાયોમેટ્રિક ડેટા ને પછી થયું કંઇક આવું…

 | 9:03 pm IST

ટ્વિટર પર એલિયટ એલ્ડરસન નામ ધરાવતા એક હેકર્સે સરકારી વેબસાઇટો અને આધાર દ્વારા સંગ્રહાતો ડેટા કેવી રીતે ઉઘાડે છોગ વેચાય છે તે દર્શાવવા માટે આ વેબસાઇટનું એડ્રેસ અને આધારના બાયોમેટ્રિક ડેટાના સ્ક્રીનશોટ તેનાં ટ્વિટર પર મૂક્યા હતા.

ટ્વિટર પર આ હેકર્સે સંદેશ મૂક્યો હતો કે UIDAI તમને અનૈતિક તત્ત્વો બતાવું. આ સરકારી વેબસાઇટ પર 4,769 ફાઇલો છે. આ ઓપન ડિરેક્ટરીમાંથી તમને આધારકાર્ડ અને બાયોમેટ્રિક ડેટા મળે છે, જોકે આંધ્ર સરકારની આ વેબસાઇટનું યુઆરએલ હાલ બ્લોક કરી દેવામાં આવ્યું હોય તેમ જણાય છે. એલ્ડરસન નામ ધરાવતા આ હેકર્સે ભૂતકાળમાં પણ ભારતીય વેબસાઇટોની સુરક્ષાની પોલ ખોલી બતાવી છે, જોકે આ વખતે તેનું ધ્યેય બાર અંકોના આધાર સબંધિત સુરક્ષા ઉપાયોની પોલ ખોલવાનું જણાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ સર્વોચ્ચ અદાલતમાં આધાર એક્ટની કાયદેસરતા બાબતે સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં પ્રાઇવસીનો ભંગ થતો હોવાની રજૂઆત કરવામાં આવી છે, જેને આ હેકરે જાણે સાચી પાડી બતાવી છે.

બીજી તરફ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ તેની સિસ્ટમમાં સબ સલામત હોવાની આલબેલ પોકારી હતી. રસપ્રદ બાબત એ છે કે એલ્ડરસને પોતે આધારની વિરુદ્ધ કે તરફેણમાં ન હોવાનું જણાવ્યું હતું. તેણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે આવા વિરાટ કદના પ્રોજેક્ટની સુરક્ષા વધારે મજબૂત હોવી ઘટે.

આ હેકરે અપોલો હોસ્પિટલ, બીએસએનએલ, ઈસરો અને ઇન્ડિયા પોસ્ટની સિસ્ટમમાં રહેલી નબળાઈઓ છતી કરી હતી. આ અગાઉ પેટેમ દ્વારા મોબાઇલને રૂટ એક્સેસ કરવાની સલાહ આપવામાં આવેલી તેની પોલ પણ આ હેકર દ્વારા ખોલવામાં આવી હતી, જેને કારણે કંપનીને મોબાઇલમાં રહેલા તમામ ડેટા મળી જતા હતા.