આધારકાર્ડમાં આ સેવાઓ મળે છે મફત, જો કોઇ ચાર્જ વસુલે તો કરો અહીં ફરિયાદ

આધારકાર્ડ Aadhaar એક ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. યુઆઈડીએઆઈ UIDAI દ્વારા જારી કરાયેલા આધારકાર્ડમાં વપરાશકર્તાની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવી છે. આધારકાર્ડની ઉપયોગિતા આ દ્વારા સાબિત થાય છે. આધારકાર્ડ વિના તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકશે નહીં. આ સિવાય આધારકાર્ડ વિના બેન્કમાં ખાતું ખોલી શકાતું નથી.
આ સાથે જ શાળામાં બાળકોના પ્રવેશ માટે આધારકાર્ડ માંગવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમારા આધારકાર્ડમાં કોઈ ભૂલ છે, તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી બાજુ, તમને આધારકાર્ડમાં સુધારણા માટેના નિયમોની જાણકારી નથી. તેથી તમારી મુશ્કેલી બમણી વધી જાય છે. આજે તમને આધારકાર્ડ સુધારવાના નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ. ચાલો જાણીએ આ નિયમો વિશે …
#Dial1947ForAadhaar
Aadhaar Enrolment is free and the charges for updating Aadhaar are fixed. If you're asked to pay extra, call 1947 to register your complaint. You can also write us at [email protected] or file complaint here https://t.co/alQFnkbjEc pic.twitter.com/gsMYYWVsdV— Aadhaar (@UIDAI) December 3, 2020
આધાર નોંધણી એકદમ નિ:શુલ્ક છે
આધાર નોંધણી એકદમ નિ:શુલ્ક છે અને તે મફતમાં બનાવવામાં આવે છે. યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) એ ગુરુવારે એક ટ્વિટમાં કહ્યું કે આધાર નોંધણી મફત છે અને આધારને અપડેટ કરવા માટે ફી અગાઉથી નક્કી કરવામાં આવી છે. જો કોઈ તમારી પાસેથી વધારાની રકમની માંગ કરે છે, તો તમે 1947 પર કોલ કરી અને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે uidai.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો.
#Dial1947ForAadhaar
Lost Aadhaar and also lost enrolment slip? Don't worry. You can retrieve your EID (enrolment ID) by calling our helpline 1947. You can also retrieve your EID or UID (Aadhaar) online from https://t.co/CHVyf2xLyg Read more here https://t.co/odS1q51A5a pic.twitter.com/ZYXOrE82zS— Aadhaar (@UIDAI) December 1, 2020
તેના ટ્વીટમાં UIDAI એ કહ્યું છે કે, જો તમે તમારા આધારમાં ફેરફાર કરો છો અથવા બાયોમેટ્રિક અપડેટ કરો છો, તો તમારે 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ફક્ત ડેમોગ્રાફિક વિગતોમાં ફેરફાર કરો છો, તો તમારે આ માટે ફક્ત 50 રૂપિયા ચૂકવવા પડશે આ દસ્તાવેજો જરૂરી છે – તમારા આધારકાર્ડમાં કોઈપણ ફેરફાર માટે તમારી પાસે માન્ય દસ્તાવેજ હોવો જોઈએ.
આ દસ્તાવેજોના આધારે, તમારું સરનામું અપડેટ કરવામાં આવશે અથવા જન્મ તારીખ જેવા ફેરફારો કરવામાં આવશે. હાલમાં, યુઆઈડીએઆઈ 32 દસ્તાવેજોને ઓળખ પુરાવા, 45 દસ્તાવેજો સરનામાંના પુરાવા તરીકે અને 15 દસ્તાવેજોને જન્મ તારીખમાં પરિવર્તન માટે માન્ય તરીકે ગણાવે છે.
આધારકાર્ડ ખોવાઈ જાય તો ગભરાશો નહીં – યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ પોતાના ટ્વિટમાં કહ્યું છે આધાર ખોવાઇ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરીને તમે ફરીથી તમારી EID મેળવી શકો છો. આ સિવાય તમે https://resident.uidai.gov.in/lost-uideid પર ક્લિક કરીને ફરીથી તમારો EID અથવા આધાર નંબર મેળવી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન