aahana kumra bold look viral on Instagram fans reaction
  • Home
  • Featured
  • Photos: આહાના કુમરાએ બિકીનીમાં તસવીરો શેર કરી, ચારેકોર તેની જ ચર્ચા

Photos: આહાના કુમરાએ બિકીનીમાં તસવીરો શેર કરી, ચારેકોર તેની જ ચર્ચા

 | 8:21 am IST

એકટ્રેસ આહાના કુમરાએ તેની બોલ્ડ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. ફિલ્મો સિવાય આહાના વેબ સિરીઝને લઈને પણ ચર્ચાઓમાં છવાયેલી રહે છે. આહાનાએ જે બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયા ગજાવી મુક્યુ છે.

આહાના કુમરા હોલીડે પર શ્રીલંકા પહોંચી છે અને ત્યાંથી તેની તસવીરો શેર કરી છે. પ્રશંસકોને આહાનાનો આ અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે. આ પહેલી વખત નથી કે આહાના એ સોશિયલ મીડિયા પર બિકીનીમાં તસવીરો શેર કરી હોય.

આહાના કુમરા તેના આકર્ષક લુક્સની સાથે તેના બેબાક અંદાજના કારણે પણ જાણીતી છે. ફિલ્મ ‘લિપસ્કિર અંડર માય બુર્કા’ની એક્ટ્રેસ આહાના કુમરાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે. આહાનાએ આ પહેલા ગોવામાં વેકેશન એન્જોય કર્યુ હતુ. આહાનાએ વેકેશનમાં બિકીનીમાં કેટલીક તસવીરો ક્લિક કરાવી હતી જે તેણે ફેન્સ સાથે શેર કરી હતી.

આહાનાએ ‘એન્જટ રાઘવ’, ‘યુદ્ધ’, ‘બોલિવૂડ હિરો’ સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે સિવાય તેણે શોર્ટ ફિલ્મ ‘અનસુની’, ‘મૈં’, ‘સાઇબેરિયા’, ‘એક થા મેં’ માં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન