Aajtak-Axis My India Exit Poll : BJP will Win 6 state, Congress Out
  • Home
  • Election 2019
  • આ 6 રાજ્યોમાં ફરી વળશે મોદી લહેર, કોંગ્રેસ ભોં ભેગી

આ 6 રાજ્યોમાં ફરી વળશે મોદી લહેર, કોંગ્રેસ ભોં ભેગી

 | 9:09 pm IST

એક્ઝિટ પોલ્સના આંકડા સામે આવી રહ્યાં છે. એક્ઝિટ પોલ્સ ભાજપ માટે ખુશ ખબર લઈને આવ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી હોવાના સંકેત મળી રહ્યાં છે. એઝિટ પોલ્સનું માનવામાં આવે તો ભાજપની આગેવાનીમાં NDA ફરી એકવાર સત્તામાં કમબેક કરી રહી છે.

એક્ઝિટ પોલના આંકડા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, દેશમાં હાલ પણ મોદી લહેર યથાવત છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ એક બે નહીં પણ 6 જેટલા રાજ્યોમાં સપાટો બોલાવવા જઈ રહી છે.

મધ્ય પ્રદેશ

અહીં 29 બેઠકોમાં ભાજપને 26 થી 28 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને માત્ર 1 થી 3 બેઠકો મળે તેવી શક્યતા છે. આજતકના એક્ઝિટ પોલમાં અહીં અન્યોનું ખાતુ પણ નથી ખુલી રહ્યું.

છત્તિસગઢ

છત્તિસગઢમાં ભાજપને 7 થી 8 બેઠકો મળી શકે છે. તો તાજેતરમાં જ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 3 થી 4 બેઠકો મળી શકે છે. 2014માં ભાજપને 10 બેઠકો મળી હતી.

રાજસ્થાન

આજતકના એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં ભાજપને 23-25 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 2 બેઠકો મળે તેવી શક્યતા છે. એક્ઝિટ પોલમાં ભાજપને જોરદાર સફળતા મળતી નજરે પડે છે. અહીં પણ તાજતેરમાં જ કોંગ્રેસે સત્તા મેળવી હતી.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં NDAને 48માંથી 38 થી 42 બેઠકો મળવાની શક્યતા છે. તો યૂપીએને 6 થી 10 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીને જોરદાર ઝાટકો લાગી શકે છે.

ગુજરાત

પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજ્ય અને ભાજપની પ્રયોગષાળામાં ફરી એકવાર જનતા પોતાના ચાહીતા નેતાઓની પડખે છે. અહીં પણ કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડી રહ્યાં છે. અહીં 26માંથી ભાજપને 25 થી તમામે તમામ 26 બેઠકો મળી શકે છે.

તેલંગાણા

તેલંગાણામાં 17 બેઠકો છે. અહીં ભાજપને માત્ર 1 થી 3 બેઠકો મળી શકે છે તેવી રીતે કોંગ્રેસને પણ 1 થી 3 બેઠકો જ મળવાની શક્યતા છે. તો ટીઆરએસને 10 થી 12 બેઠકો મળી શકે છે.

કર્ણાટક

કર્ણાટકમાં ભાજપ ગઠબંધનને 21 થી 25 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધનને માત્ર 3 થી 6 બેઠકો જ મળવાની શક્યતા છે.

દિલ્હી

અહીં ભાજપને તમામે તમામ બેઠકો મળવાની શક્યતા છે. તો આપ અને કોંગ્રેસને ઉંધા માથે પછડાટ મળી શકે છે.

તમિળનાડુ

38 બેઠકો ધરાવતા તમિળનાડુમાં એનડીએનું કમળ ખીલતું જણાઈ રહ્યું છે. અહીં એનડીએને 0 થી 4 બેઠકો મળી શકે છે. તો યુપીએના ખાતામાં 34 થી 38 બેઠકો જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન