NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS

આમિર પછી હવે નિતીશ તિવારી કોને ચમકાવશે?

 | 4:17 am IST

સુ૫રહિટ ફિલ્મ દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતીશ તિવારીએ દંગલની સફળતા બાદ બે મોટા મોટા પ્રોજેક્ટ્સ સાઇન કર્યા હોવાના સમાચાર બી ટાઉનમાં ફેલાયા છે.  સાજીદ નડિયાદવાલાની ફિલ્મ અને રોની સ્ક્રૂવાલા તેમજ સિદ્ધાર્થ રોય કપૂરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનનારી બે ફિલ્મોના કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે. આ બંને ફિલ્મોના નામ શું હશે તે વિશે હજી જાહેરાત નથી થઇ. એટલું જાણવા મળ્યું છે કે સાજીદ નડિયાદવાલાની ફિલ્મમાં નિતીશ તિવારી વરુણ ધવનને કાસ્ટ કરવાનો છે. તો આમિર બાદ આ દિગ્ગજ ડાયરેક્ટર સાથે વરુણ ધવનને કામ કરવા મળશે. હાલ વરુણ જુડવા-૨ના શૂટિંગમાં વ્યસ્ત છે, તેણે શૂજીત સરકારની ફિલ્મ પણ સાઇન કરી હોવાનું જાણવા મળે છે. શૂજીતની આ ફિલ્મ એક ફૂટબોલરના જીવન ઉપર બનશે. કહે છે કે શૂજીત ફિલ્મમાં રણબીર કપૂરને લેવા માંગતો હતો, પણ રણબીર બે ફિલ્મોમાં વ્યસ્ત હતો. તેથી વરુણ ધવનને આ તક મળી છે.

1