'દંગલ'એ કર્યો આમિર પર રૂ.નો વરસાદ, કમાણીના આંકડા જાણીને ફાટી જશે આંખો - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘દંગલ’એ કર્યો આમિર પર રૂ.નો વરસાદ, કમાણીના આંકડા જાણીને ફાટી જશે આંખો

‘દંગલ’એ કર્યો આમિર પર રૂ.નો વરસાદ, કમાણીના આંકડા જાણીને ફાટી જશે આંખો

 | 3:43 pm IST

આમિર ખાનની ‘દંગલ’ બોક્સ-ઓફિસ પર સૌથી વધુ સફળ થયેલી ફિલ્મ ગણાય તો નવાઈ નહીં, કારણ કે આ ફિલ્મે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યાર સુધીમાં ૫૩૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મે આમિર ખાનને ૧૭૫ કરોડ રૂપિયાની કમાણી કરાવી આપી છે. આ ફિલ્મ માટે આમિર ખાને સહ-નિર્માતા સાથે પ્રોફિટ શેરિંગ પાર્ટનરશિપ કરી હતી. બધી ફિલ્મોની માફક આમિરે આ ફિલ્મ માટે ૩૫ કરોડ રૂપિયા ફીપેટે લીધા હતા અને ૩૩ ટકા પાર્ટનરશિપ લીધી હતી. આ ફિલ્મ ભવિષ્યમાં સેટેલાઇટ રાઇટ્સ સહિતની જેટલી કમાણી કરશે એમાંથી પણ આમિરને ૩૩ ટકા રોયલ્ટી મળશે.

આમિર ખાન અભિનીત ફિલ્મ દંગલ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થઇ હતી અને માત્ર ત્રણ દિવસમાં ફિલ્મ ૧૦૦ કરોડની કલબમાં સામેલ થઇ હતી. ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર સલમાન ખાન અભિનીત ફિલ્મ સુલતાનને ફિલ્મ દંગલે પાછળ મૂકી દીધી હતી.

સલમાનની સુલતાને બોકસ ઓફિસ પર ૩૦૦.૪૫ કરોડની કમાણી કરી હતી. ફિલ્મ દંગલે માત્ર ૧૩ જ દિવસમાં દરેક ફિલ્મને પાછળ છોડી ૩૦૦ કરોડની કલબમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. આમિર ખાન પોતાની ફિલ્મ દંગલના બિઝનેસથી ખૂબ જ ખુશ છે. જો કે તેને બોકસ ઓફિસના આંકડામાં જરાયે રસ નથી.