Aamir Khan and Kiran celebrate their son Azad's birthday together
  • Home
  • Entertainment
  • Bollywood
  • આમિર ખાન અને કિરણે દીકરા આઝાદનો જન્મદિવસ સાથે મનાવ્યો

આમિર ખાન અને કિરણે દીકરા આઝાદનો જન્મદિવસ સાથે મનાવ્યો

 | 2:06 am IST
  • Share

  • સોશિયલ મીડિયામાં આમિર-કિરણના છૂટાછેડા લીધા પછીની તસવીરો વાઇરલ થઈ 

  • આમિર-કિરણનો દીકરો 10 વર્ષનો થયો 

               

થોડા મહિના પહેલાં એકબીજાની સહમતીથી વર્ષોના લગ્નજીવનને પૂર્ણ કરનારા બોલિવૂડ એક્ટર આમિર ખાન કિરણના દીકરા આઝાદના જન્મદિવસ પર સાથે જોવા મળ્યાં હતાં. આમિર-કિરણનો દીકરો 10 વર્ષનો થયો છે જેનું ફેમિલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. કેક કટિંગ સહિતના સેલિબ્રેશનમાં આમિર અને કિરણ ફુલઓન એન્જોય કરતા જોવા મળે છે.

સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આમિર અને કિરણનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં આમિર અને કિરણના દીકરા પાસે બેસીને કેક કાપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં આમિર ખાન અને કિરણે સોશિયલ મીડિયા થકી બન્ને અલગ થઈ રહ્યાં છે તેની જાણકારી આપી હતી. આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ આમિર ખાનની હવે પછી લાલસિંગ ચઢ્ઢા મૂવી આવી રહી છે. જેને લઈને આમિર ખાન ચર્ચાનો વિષય બન્યો છે. 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો