આમિરે બોલિવુડમાં પૂરા કર્યાં 30 વર્ષ, જશ્નમાં સામેલ થઈ પહેલી પત્ની રીના દત્ત - Sandesh
  • Home
  • Photo Gallery
  • આમિરે બોલિવુડમાં પૂરા કર્યાં 30 વર્ષ, જશ્નમાં સામેલ થઈ પહેલી પત્ની રીના દત્ત

આમિરે બોલિવુડમાં પૂરા કર્યાં 30 વર્ષ, જશ્નમાં સામેલ થઈ પહેલી પત્ની રીના દત્ત

 | 2:31 pm IST

બોલિવુડ અભિનેતા આમિર ખાનની ડેબ્યુ ફિલ્મ કયામત સે કયામત તકને રિલીઝ થઈને 30 વર્ષ થઈ ગયા છે. આ સાથે જ આમિરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા જેટલો લાંબો સમય વિતાવ્યો છે. આવામાં આમિરે પોતાની જૂની ટીમ, પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે જશ્ન મનાવ્યો હતો.

આમિર ખાનના આ દિવસને ખાસ બનાવવા માટે તેની પહેલી પત્ની રીના દત્ત પણ સામેલ થઈ હતી. તો આમિરનો દીકરો જુનૈદ અને ભાઈ ફૈઝલ પણ બહુ જ ખુશ નજર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આમિર ખાને ફિલ્મ કયામત સે કયામત તકમાં એક્ટ્રેસ જુહી ચાવલા સાથે ડેબ્યુ કર્યું હતું. 30 વર્ષના સેલિબ્રેશનમા ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામા આવ્યું હતું. રીના દત્ત હંમેશા આમિર ખાનના પરિવારની સાથે નજર આવે છે. તો બીજી તરફ, આમિરની બંને પત્નીઓ પણ હંમેશા સાથે જોવા મળી છે.