Aamir khan cut his birthday cake with wife kiran rao
  • Home
  • Featured
  • PHOTOS: આમિર ખાને કાપી બર્થડે કેક, પત્ની કિરણ સાથે આ રીતે કરી ઉજવણી

PHOTOS: આમિર ખાને કાપી બર્થડે કેક, પત્ની કિરણ સાથે આ રીતે કરી ઉજવણી

 | 2:54 pm IST

સુપરસ્ટાર આમિર ખાન આજે પોતાનો 54મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આમિરે પોતાના મુંબઈ સ્થિત પોતાના ઘરે મીડિયાની સામે પોતાની બર્થડે કેક કાપી ઉજવણી કરી હતી. આ દરમિયાન એક્ટરની સાથે તેની પત્ની કિરણ રાવ પણ હાજર હતી.

આ ખાસ મોકા પર કિરણ અને આમિરની બોન્ડિંગ જોવા મળ્યુ હતુ. કેક કાપ્યા પછી આ એક્ટરે પોતાની પત્નીને કિસ કરી હતી. બંનેએ એક બીજાને કેક ખવડાવી હતી. આમિર ખાન અને કિરણ રાવની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં આમિર અને કિરણ બંને કેજ્યુઅલ લુકમાં નજરે આવી રહ્યા હતા. આમિરે મરૂણ કલરનું ટી-શર્ટ પહેર્યુ હતુ. માથા પર ટોપી પહેરેલ આમિર કુલ નજર આવતો હતો. કપલે કેક કાપતી વખતે શાનદાર પોઝ પણ આપ્યા હતા અને પ્રશંસકોને આ ફોટાઓ આપી આ યાદગાર પળમાં સામેલ કર્યા હતા.

સમાચાર અનુસાર મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતો આ કલાકાર બર્થડેના દિવસે પણ કામ કરશે. આમિર આજે જ નોર્થ આયરલેન્ડ માટે જવા રવાના થશે. નોર્થ આયરલેન્ડમાં આ એક્ટરને બેલફેસ્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેવાનુ છે. ત્યારબાદ આમિર ખાન 16 માર્ચે નાસરીન મુન્ની કબીર સાથે પોતાનો પ્રોજેક્ટ અંગે વાતચીત કરશે.

સોશિયલ મીડિયા પર ફેન્સ જ નહી બોલીવુડ સેલેબ્સ પણ એક્ટરના જન્મદિવસની વધામણી આપી રહ્યા છે. માધુરી દિક્ષીતે આમિર ખાનને બર્થડે વિશ કરતા લખ્યુ કે મને હજુ પણ યાદ છે કે અમે દિલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. એ દરેક પલ ખુબજ યાદગાર હતા. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. હંમેશા ખુશ રહો.

આમિર ખાનની આગામી ફિલ્મોની વાત કરીએતો હાલ કોઈ જાણકારી સામે આવી નથી આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં નજરે ચડ્યા હતા, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પ્રશંસકોને આ ફિલ્મે ખુબજ નિરાશ કર્યા હતા અને આમિરે તેની માફી પણ માંગી હતી.