aamir khan give kareena kapoor khan a special valentine day Surprise
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! સૈફની પત્નીને બાથ ભરીને આમિરે કહ્યું- મારે તારી સાથે હજુ વધારે રોમાન્સ કરવો છે

OMG! સૈફની પત્નીને બાથ ભરીને આમિરે કહ્યું- મારે તારી સાથે હજુ વધારે રોમાન્સ કરવો છે

 | 9:10 am IST

14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમના એકરાર કરવાનો દિવસ. ત્યારે બોલિવૂડમાં આમિર ખાને પણ બધાને એક સરપ્રાઈઝ આપી છે. આમિર ખાને તેની અને કરિના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું બીજું પોસ્ટર રીલિઝ કર્યું છે. પરંતુ આ પોસ્ટર પોસ્ટ કરીને જે કેપ્શનમાં લખ્યું એ ચર્ચામાં છે. આ ફોટોમાં કરિનાએ આમિરને ગળે લગાવ્યો છે. દર્શકોને પણ આ લૂક ખુબ પસંદ આવ્યો છે.

આમિરે ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, કોઈને મેળવી લેવાની બેચેની અને ખોવાનો ડર. બસ આટલી જ છે જિંદગીની સફર. સાથે જ કરિનાને વેલેન્ટાઈન ડે વિશ કર્યો છે. સાથે જ આમિરે કરિનાને કહ્યું કે, કાશ હું તારી સાછે બધા જ ફિલ્મમાં રોમાન્સ કરી શકું.

ફિલ્મનું પહેલું પોસ્ટર આમિરે નવેમ્બર 2019માં જ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફોટોમાં તે એક ટ્રેનની સીટ પર બેઠો છે અને એના ચહેરા પર માસુમ સ્માઈલ છે. સાથે જ ગુલાબી રંગની પાઘડી છે અને લાંબી દાઢી સાથે મુછો પણ દેખાઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ: LRD મુદ્દે આજે મહેસાણા બંધનું એલાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન