Aamna Sharif will play Komonika role in Kasautii Zindagii Kay
  • Home
  • Featured
  • હિના ખાન બાદ આ એક્ટ્રેસ બનશે ‘કોમોલિકા’, ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ

હિના ખાન બાદ આ એક્ટ્રેસ બનશે ‘કોમોલિકા’, ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમ

 | 11:55 pm IST

ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના અભિનય અને લુક્સથી ફેન્સના દિલો પર રાજ કરે છે. હિનાએ ઘણી ટીવી સિરિયલો અને રિયલિટી શોઝમાં કામ કર્યું છે. થોડા સમય પહેલા હિના ખાન ટીવીની પોપ્યલર અને રિમેક ટીવી સિરિયલ ‘કસોટી જિન્દગી 2’માં કોમોલિકાના પાત્રમાં નજરે આવી હતી. શોમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ પણ થયા હતા. પરંતુ થોડા સમય પછી કોઈ કારણસર તેને આ શો છોડી દીધો હતો.

જોકે હવે કોમોલિકાના પાત્ર માટે ટીવી એક્ટ્રેસ આમના શરીફને એપ્રોચ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શોના સેટથી કોમોલિકાના ગેટઅપમાં આમનાનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. જેમાં તે રોયલ બ્લૂ ઓફ શોલ્ડર ટોપ અને સ્કર્ટ, નોઝ રિંગ અને હેવી જ્વેલરી પહેરીને ગ્લેમરસ લુકમાં નજરે આવી રહી છે. આપને જણાવી દઈએ કે આ સાથે આમના શરીફ પહેલીવાર નેગેટિવ રોલમાં નજરે આવશે. આમના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આમના તેના ઇન્સ્ટાગ્રામ પર સતત તસવીરો પોસ્ટ કરતી હોય છે જે તેના ફેન્સને ઘણી પસંદ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન