અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી 50 લાખ લઈ ફરાર - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી 50 લાખ લઈ ફરાર

અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી 50 લાખ લઈ ફરાર

 | 9:30 pm IST

રતનપોળ સેકન્ડ ફ્લોર ખાતે આવેલી રાજેશકુમાર મણિલાલ એન્ડ કંપનીની આંગડિયા પેઢીમાંથી એક કર્મચારી ગત રક્ષાબંધનના તહેવારે મુંબઈ બ્રાંચમાં જવાનું કહીને ૫૦ લાખ લઈ ગયો હતો. આંગડિયા પેઢીની મુંબઈ બ્રાંચમાં પૈસા આપવાના હતા પરંતુ કર્મચારી ૫૦ લાખ લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચની ટીમે આંગડિયાના કર્મચારી કુંવરજી જયંતીજી ઠાકોરની ધરપકડ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દારૂ પીને ત્રાસ આપતા પતિની હત્યા કરી પત્ની આખી રાત લાશ પાસે બેસી રહી

પાટણના રણછોડભાઈ ચૌધરીએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાવી હતી કે, રતનપોળ કસુંબાવાડ ખાતે રાજેશકુમાર મણિલાલ એન્ડ કંપની નામથી આંગડિયા પેઢી ધરાવી ચાર ભાગી સાથે પેઢી ચલાવીએ છીએ. બીજી શાખા મુંબઈ ડાયમંડ માર્કેટ ખાતે પણ આવેલી છે. બે વર્ષથી કુંવરજી જયંતી ઠાકોર(રહે.કસોઈ, પાટણ) પેઢીમાં પૈસા લાવવા લઈ જવાનું કામ કરતા હતા. દરમિયાનમાં ગત રક્ષાબંધનમાં કુંવરજી મુંબઈ જવાના હોવાથી તેમણે અમદાવાદ બ્રાંચથી ૫૦ લાખ ત્યા લઈ જવાના હતા.

કુંવરજી ૫૦ લાખ લઈ મુંબઈ પેઢી પર ગયા ન હતા અને તેઓ ગુમ થઈ ગયા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા પીઆઇ ટંડેલે કુંવરજીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ‘આઈ લાઈક યૂ કહી’ યુવાને વિદ્યાર્થીનીને ઘરમાં બંધ કરી અને પછી…