AAP announces list of 100 potential candidates for UP Assembly elections
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UP વિધાનસભા ચૂંટણી માટે AAPની 100 સંભવિત ઉમેદવારોની યાદી જાહેર

UP વિધાનસભા ચૂંટણી માટે AAPની 100 સંભવિત ઉમેદવારોની યાદી જાહેર

 | 9:29 pm IST
  • Share

ઉત્તરપ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે આજે એટલે કે બુધવારે આમ આદમી પાર્ટીએ લખનઉમાં તેના પાર્ટી કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સંજય સિંહે યુપી વિધાનસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની સંભવિત યાદી બહાર પાડી છે. જેમને આપ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે.

યુપીના પ્રભારી અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશમાં તેના 100 વિધાનસભા પ્રભારીઓની યાદી બહાર પાડી રહી છે અને આ તમામ વિધાનસભા પ્રભારીઓ પોતપોતાના વિસ્તારના અમારા સંભવિત ઉમેદવારો હશે.

આ યાદીમાં મહત્તમ પ્રતિનિધિત્વ પછાત વર્ગના લોકોને આપવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા 35 ઉમેદવારો બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં ડોક્ટર, એડવોકેટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને એન્જિનિયર પણ છે. તેમજ સમાજના અન્ય વર્ગોના લોકો પણ સામેલ છે. જોકે હવે તેમને વિવિધ જિલ્લાઓની વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં પછાત વર્ગને વિધાનસભાના પ્રભારી બનાવીને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આમ આદમી પાર્ટી દ્વારા બ્રાહ્મણ, દલિત, પછાત વર્ગ અને મુસ્લિમ સમાજના લોકોને તેમની વિધાનસભા પ્રભારી બનાવવામાં આવ્યા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને તેમના સંભવિત ઉમેદવાર બનાવશે. આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રવક્તા મહેન્દ્ર સિંહે કહ્યું કે જાહેર કરવામાં આવેલી યાદીમાં બ્રાહ્મણોની સંખ્યા 20 છે. પછાત વર્ગની સંખ્યા 35 છે. તો સાથે સાથે AAP એ 16 દલિત ઉમેદવારો અને મુસ્લિમ સમાજના 5 લોકોને તેના ઉમેદવાર બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન