આપ કેબિનેટ મંત્રી સંદિપ કુમારની કથિત સેક્સ સ્કેન્ડલ પ્રકરણે હકાલપટ્ટી - Sandesh
  • Home
  • Featured
  • આપ કેબિનેટ મંત્રી સંદિપ કુમારની કથિત સેક્સ સ્કેન્ડલ પ્રકરણે હકાલપટ્ટી

આપ કેબિનેટ મંત્રી સંદિપ કુમારની કથિત સેક્સ સ્કેન્ડલ પ્રકરણે હકાલપટ્ટી

 | 10:24 pm IST

દિલ્હીમાં આમ આદમી પાર્ટી(આપ) સરકારના બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય કેબિનેટ પ્રધાન સંદીપ કુમારની કથિત સેક્સ સ્કેન્ડલ અંગેની સીડી સામે આવ્યા બાદ તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. દિલ્હીના મુ્ખ્યમંત્રી અને પાર્ટીના વડા અરવિદં કેજરીવાલે આપત્તિજનક સીડી મળી હોવાની વાતને પુષ્ટિ આપતા કહ્યું હતું કે સંદીપકુમારને પ્રધાનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાની જાણ કરી દેવામાં આવી છે.

દિલ્હીની રાજનીતિમાં બુધવારે એક મોટો ભૂકંપ જોવા મળ્યો જ્યાર કેજરીવાલ સરકારના પ્રધાન સંદીપકુમાર સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હોવાની વાત સામે આવી. સંદીપ કુમાર દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ કલ્યાણ પ્રધાન છે.

સંદીપકુમારને દર્શાવતી આ આપત્તિજનક સીડી બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ જાહેર થતાં દિલ્હીમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ અંગે કેજરીવાલનો સંપર્ક કરવામાં આવતા કેજરીવાલે જાતમાહિતી મેળવી તાત્કાલિક અસરથી સંદીપકુમારની હકાલપટ્ટી કરી દીધી.

દિલ્હીના મુખ્યમંત્રીએ આ અંગે ટ્વીટ કરીને આ સંદીપકુમારની હકાલપટ્ટીની માહિતી જાહેર કરી હતી. સૂત્રોના કહેવા અનુસાર આ સીડી આપત્તિજનક હોવાનું અને તેમાં સંદીપ કુમાર સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હોવાનું  ખુલવા પામ્યુ છે. એક ખાનગી ચેનલે કરેલા દાવા અનુસાર સંદીપકુમાર બે મહિલાઓ સાથે આપત્તિજનક હાલતમાં જોવા મળ્યા છે. આ મામલે આ ન્યૂઝ ચેનલ પાસે એક ટેપ અને 11 ફોટા પણ હોવાનો દાવો કરાયો છે.

કેજરીવાલે પોતાના ટ્વીટમાં કહ્યું કે સંદીપકુમારની આપત્તિજનક સીડી મળી છે. કેજરીવાલે લખ્યું છે કે આમ આદમી પાર્ટી સાર્વજનિક જીવનમાં સુચિતા અને મર્યાદા માટે વિખ્યાત છે. તેનાથી કોઈ પણ કિંમત પર સમજૂતિ ન કરી શકાય. કેજરીવાલે બીજા ટ્વીટમાં પોતાની વાત ચાલુ રાખતા માહિતી આપી હતી કે સંદીપ કુમારને કાઢી મુકવામાં આવ્યા છે.

કથિત સીડીમાં સંદીપકુમાર અભદ્ર સ્થિતિમાં જોવા મળ્યા હતા.

Sandeep kumar

સંદીપ કુમાર પાસે એસસી-એસટી કલ્યાણ મંત્રાલયનો હવાલો હતો. દિલ્હી કોંગ્રેસના પ્રભારી અજય માકને સંદીપકુમારને તત્કાળ અસરથી પદ પરથી હટાવવા માંગ કરી હતી.

આ પાર્ટી પ્રવક્તા મનીષ સીસોદિયાએ આ અંગે મીડિયાને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે પાર્ટી ભષ્ટ્રાચાર, શોષણ જેવા મામલે ઝીરો ટોલરન્સ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન