aap mla naresh balyan controversial remark on anupam kher
  • Home
  • Entertainment
  • Bollywood
  • AAPનાં નેતાએ અનુપમ ખેરની ઈજ્જતના લીરેલીરા ઉડાડ્યાં, એવી વિવાદિત ટિપ્પણી કરી કે…

AAPનાં નેતાએ અનુપમ ખેરની ઈજ્જતના લીરેલીરા ઉડાડ્યાં, એવી વિવાદિત ટિપ્પણી કરી કે…

 | 10:32 am IST

અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સામાજીક અને રાજનીતિના મુદ્દા પર તેનાથી બોલ્યા વગર ન રહેવાનું એવું કહેવું જરાય ખોટું પડે એમ નથી. તે પોતાના વિચારો અવાર નવાર સોશિયલ મીડિયા પર મુકતા રહે છે. પરંતુ હાલમાં જ તેણે બ્રિટનના નવા નાણા મંત્રી ઋષિ સુનકને લઈ એક ટ્વીટ કરી, જેના પછી આમ આદમી પાર્ટીના એક નેતાએ તેના પર વિવાદીત ટિપ્પણી કરી છે.

અનુપમ ખેરે ઋષિનો ફોટો અપલોડ કરીને લખ્યું કે, લગભગ 200 વર્ષની ગુલાબી બાદ જો આજે એક ભારતીય ઈંગ્લેન્ડનો નાણામંત્રી બની શકે, તો દોસ્તો કઈ પણ થઈ શકે છે. જય હો…

આ જ વાતને લઈ આમ આદમી પાર્ટીના નેતા નરેશ બાલ્યાને અનુપમ ખેરને વિવાદીત જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે, તેનો જન્મ હૈંપશાયરમાં થયો છે અને તે બ્રિટિશનો નાગરિક છે. વાળ સાથે સાથે મગજ પણ ઉડી ગયું કે શું? નીચે લખી જ નાખવું હતું કે, આની ક્રેડિટ મોદીજીને જાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય મુળના રાજનેતા ઋષિ સુનકને ગુરુવારે બ્રિટનના નવા નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. 39 વર્ષના ઋષિ સુનક ભારતની જાણીતી આઈટી કંપની ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મુર્તિના જમાઈ છે.

હેમ્પશાયરમાં જન્મેલા 39 વર્ષીય સુનક 2015 થી રિચમોન્ડ (યોર્કશાયર) ના સાંસદ છે. સુનકએ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે. સુનકને બે પુત્રી પણ છે. ગયા વર્ષે રિચમંડ (યોર્ક) બેઠક પરથી સુનક બીજી વખત સાંસદ ચૂંટાયા હતા. 2018ની શરૂઆતમાં તેમને યુકેના આવાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: સરકાર વિદેશી મહેમાનને ખોટો વિકાસ બતાવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન