Aap Will Not Be Part Of Mahagathbandhan, Says Kejriwal
  • Home
  • India
  • 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનની એક ગાંઠ છૂટી !!!

2019ની લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનની એક ગાંઠ છૂટી !!!

 | 10:45 pm IST

2019ની લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં એક પછી એક સાથીદારો ઓછા થઈ રહ્યા છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ 2019ની લોકસભા ચૂંટણી એકલા હાથે જ લડશે અને તેઓ કોઈ પણ ગઠબંધનમાં ભાગ લેશે નહીં. કેજરીવાલે આજે હરિયાણામાં આ અંગેની જાહેરાત કરી, જેમાં કહ્યું કે, 2019માં હરિયાણા વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં તે તમામ બેઠકો પર ચૂંટણી લડશે.

કેજરીવાલે આ સાથે જ મહાગઠબંધન પર આરોપ લગાવ્યો કે, જે પાર્ટીઓ તેનો ભાગ બની રહી છે, જેને દેશના વિકાસમાં કોઈ જ ભૂમિકા ભજવી નથી. તેમજ કેન્દ્ર સરકાર દિલ્હીના વિકાસમાં થતાં કાર્યમાં પણ હંમેશા હસ્તક્ષેપ કરતાં રહ્યા છે. તેવી સ્થિતિમાં કોઈની પણ સાથે ચૂંટણી લડવાના બદલે એકલાં જ તેઓ ચૂંટણી લડશે.

આપ નેતાએ દિલ્હીમાં અટકી ગયેલા કામો માટે કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો અને કહ્યુંકે, તેમને એ તમામ પગલાં રોક્યા છે જે જનતાના સારા માટે ભરવામાં આવ્યા છે. જે જોતાં 2019માં તેઓ કોઈ પણ પ્રકારના મહાગઠબંધન કે ગઠબંધનમાં ભાગ લેશે નહીં. તેમજ તેમને ભાજપ પર ધર્મના નામ પર માત્ર દેખાડો કરી રહ્યા છે અને લોકોની ભાવના સાથે કોઈ નિસબત નથી તેમ કહ્યું હતું.

કેજરીવાલે હરિયાણાની ભાજપ સરકાર પર પણ હુમલો બોલ્યો હતો અને તેમને દિલ્હી પાસેથી સીખ લેવાની વાત કરી. સાથે જ હરિયાણાના મુખ્યમંત્રીને સલાહ આપી કે, તેઓ દિલ્હીના વિકાસના મોડલ પરથી કોઈ સીખ લેવી જોઇએ, અને પોતાના પ્રદેશનો વિકાસ તે હિસાબે કરવો જોઇએ.

આ તરફ છેલ્લા ઘણાં સમયથી ભાજપ વિરોધી એકત્ર થતાં વિપક્ષની રેલીઓમાં અને સભામાં કેજરીવાલ હાજર રહેતાં હોય છે અને તેઓ મહાગઠબંધનનો જ એક ભાગ હોવાનું દેખાતું હતું. પરંતુ છેલ્લા થોડાં સમયથી કોંગ્રેસની સાથે રાજ્યસભામાં ઉમેદવારી મામલે વિવાદ થયો હતો અને જેમાં આપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, શા માટે રાહુલ ગાંધી અમારી પાસે સ્પોર્ટ માંગી રહ્યા નથી. જે જોતાં હવે કેજરીવાલ 2019ની લોકસભાની ચૂંટણીમાં નવા સમીકરણો રજુ કરી શકે છે.