લાભના પદને મામલે AAPના 21 ધારાસભ્યોનો ફેંસલો આજે - Sandesh
  • Home
  • Featured
  • લાભના પદને મામલે AAPના 21 ધારાસભ્યોનો ફેંસલો આજે

લાભના પદને મામલે AAPના 21 ધારાસભ્યોનો ફેંસલો આજે

 | 5:26 pm IST

દિલ્હીમા આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવા પછી તેમના પર લગાવી દેવાયેલા લાભના પદના આરોપમાં ચૂંટણીપંચ આજે સુનાવણી હાથ ધરી પોતાનો નિર્ણય સંભળાવશે. આ પહેલા આ મુદ્દે ત્રણ વાર સુનાવણી થઈ ચૂકી છે. જેમાં કોંગ્રેસ, ભાજપ અને દિલ્હી સરકારે આયોગને બતાવ્યું હતું કે આખરે કેમ તેમને આ મામલે પાર્ટી બનાવવા જોઈએ. જોકે ચૂંટણીપંચે આ ત્રણેયની માંગણી ફગાવી દીધી હતી. આથી હવે અરજી કરનાર અને 21 ધારાસભ્યો જ આમને સામને હશે.

આ દરમિયાન ચૂંટણીપંચે પાછલી સુનાવણીના આદેશને સુરક્ષિત રાખી લીધો હતો જેના પર આજે ચૂકાદો સંભળાવવામાં આવશે. ગઈ વખતે સુનાવણી દરમિયાન આપ ધારાસભ્યોએ આયોગને જણાવ્યું હતું કે આખરે સંસદીય સચિવના પદ પરની તેમની નિયુક્તિ કેવી રીતે લાભના પદના પરિપેક્ષ્યમાં નથી આવતી અને શા માટે તેમને ધારાસભ્ય તરીકે રદબાતલ ન કરવા જોઈએ.  જોકે આપ ધારાસભ્યોની મુશ્કેલીઓ પહેલેથી જ વધી ગઈ છે. કારણકે રાષ્ટ્રપતિએ આ બિલને પહેલેથી પાછું મોકલી દીધું છે. જેને પગલે દિલ્હી સરકાર 21 સંસદીય સચિવોના પદને લાભના પદના દાયરામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.  હવે ચૂંટણીપંચે એ નક્કી કરવાનું છે કે આ 21 ધારાસભ્યો લાભના પદ છે કે નહિં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન