Aarogya Setu Downgraded to 1 Out of 5 by MIT
  • Home
  • Technology
  • આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરનારા માટે મહત્વના સમાચાર

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરનારા માટે મહત્વના સમાચાર

 | 7:15 am IST

। નવી દિલ્હી ।

કોરોનાના કેસના ટ્રેસિંગ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપને MITના રિસર્ચર્સ દ્વારા ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. એપ્લિકેશન દ્વારા જરૂર કરતાં વધુ માહિતી એકઠી કરવામાં આવતી હોવાથી તેનું રેટિંગ ઘટાડવા નિર્ણય લેવાયો હતો. અગાઉ તેને પ્રાઇવસીની ગાઇડલાઇન્સનો ભંગ કરતી હોવાથી ૫માંથી ૨ સ્ટાર અપાયા હતા. આમ તો એપ જ્યારથી શરૂ કરાયું ત્યારથી તેના દ્વારા એકઠા કરવામાં આવતા ડેટા અને પ્રાઇવસીના મામલે વિવાદ જાગ્યા હતા. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (MIT) દ્વારા વિશ્વમાં કોરોનાના જુદાજુદા એપને રેટિંગ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રાઇવસી તેમજ ડેટાને કારણે તેને ૫માંથી ૧ સ્ટાર આપવામાં આવ્યો હતો. MITના સંશોધકો એ ડેટાના માપદંડને ધોરણે તેનું રેટિંગ ઘટાડયું હતું.

ડેટા સાચવવાની જવાબદારી ઘટાડવી, યૂઝર્સને ડેટાનો દુરુપયોગ નહીં કરાય તેની ખાતરી મળવી જોઈએ

એમઆઈટીના સંશોધકોના જણાવ્યા મુજબ આરોગ્ય સેતુ એપમાં કોરોનાના કેસ ટ્રેસિંગ માટે જરૂરી ડેટા કરતાં વધુ માહિતી અને ડેટા એકઠા કરવામાં આવતા હતા આમ ડેટા મિનિમાઇઝેશનના માપદંડોને ધ્યાનમાં લઈને તેનું રેટિંગ ઘટાડાયું હતું. એપ દ્વારા યૂઝર્સની પ્રાઇવસીનો ભંગ કરાઈ રહ્યો છે અને વિશ્વાસ ભંગ થઈ રહ્યો છે તેવી દલીલો કરાઈ હતી. સારા એપ્લિકેશન માટે ડેટા મિનિમાઇઝેશન એ મહત્ત્વનું અને જરૂરી છે. યૂઝર્સની ઓછામાં ઓછી પર્સનલ માહિતી એકઠી કરાય તેને સારુ એપ ગણવામાં આવે છે. યૂઝર્સના ડેટાને સાચવવાની જવાબદારી ઘટવી જોઈએ તેમજ યૂઝર્સને ડેટાનો દુરુપયોગ નહીં કરાય તેની ખાતરી મળવી જોઈએ.

આ વીડિયો પણ જુઓ : ડૉ. હર્ષવર્ધને WHOના એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેન તરીકે પદભાર ગ્રહણ કર્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન