Aaron Finch using vipe in dressing room of RCB, amid match against RR
  • Home
  • Sports
  • Cricket
  • RCBvsRR: મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં દિગ્ગજ ખેલાડીએ કરી એવી હરકત કે…Video થયો વાયરલ

RCBvsRR: મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં દિગ્ગજ ખેલાડીએ કરી એવી હરકત કે…Video થયો વાયરલ

 | 6:24 pm IST

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચ(Aaron Finch)નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો શનિવારે આઈપીએલ-13(IPL2020)ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને રાજસ્થાન રોયલ્સ(RR) વચ્ચે રમાયેલ મેચનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ફિંચ ઇ-સિગારેટ પીતો નજરે આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે આ મેચ RCBએ સાત વિકેટથી જીતી હતી. પરંતુ મેચના અંતિમ ઓવરમાં જ્યારે બેંગ્લોરને 10 રનની જરૂર હતી. ત્યારે કેમેરો બેંગ્લોરના ડ્રેસિંગ રૂમ તરફ ગયો અને એરોન ફિંચની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. જ્યારે કેમેરો ડ્રેસિંગ રૂમ(Dressing Room) તરફ ગયો ત્યારે ફિંચ ઇ-સિગારેટ પીતા દેખાયો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા(Social Media) પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક યુઝર્સ ફિંચની આ હરકત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આઈપીએલ(IPL2020)માં ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગરેટ પીવાનું માન્ય છે? આપને જણાવી દઈએ કે કોરોના સંકટમાં આ વર્ષે આઈપીએલનું આયોજન યુએઈ(UAE)માં સુરક્ષિત માહોલમાં દરેક સાવચેતી સાથે થઈ રહ્યું છે. ત્યારે ફિંચનો આ વીડિયો સામે આવતા ફેન્સ ચોંક્યા છે.

આ  વીડિયો પણ જુઓ: પ્રદુષિત પાણી છોડાતા જળચર જીવોના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન