આરુષિ હત્યા કેસઃ તલવાર દંપતિની મુક્તિને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકારી - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • આરુષિ હત્યા કેસઃ તલવાર દંપતિની મુક્તિને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકારી

આરુષિ હત્યા કેસઃ તલવાર દંપતિની મુક્તિને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકારી

 | 9:24 pm IST

આરુષિ-હેમરાજ હત્યા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ તલવાર દંપતિને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે સીબીઆઈએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના ચુકાદાને રદ કરી ડો. રાજેશ તલવાર અને નુપુર તલવારને દોષમુક્ત જાહેર કર્યા હતાં.

15 અને 16 મે 2008ની રાતે આરુષિનો મૃતદેહ નોઈડામાં તેમના ઘરની પથારી પરથી મળી આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક એવી નાટકીય ઘટનાઓ આકાર પામી કે સમગ્ર કેસ ક્રાઈમ થ્રિલરમાં ફેરવાઈ ગયો હતો. આટલું જ નહીં હવે પછી શું થશે તેની કલ્પના સુદ્ધાં પણ થઈ શકે તેમ ન હતું.

નોઈડાની પ્રસિદ્ધ ડીપીએસમાં ભણતી આરુષિની હત્યાને પગલે પડોશીથી લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો.