NIFTY 10,096.35 +111.55  |  SENSEX 32,182.20 +348.21  |  USD 65.0600 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આરૂષિ-હેમરાજ મર્ડર કેસ: જાણો દરવખતે આ કેસમાં કેવા સનસનીખેજ આવતા રહ્યાં ટ્વિસ્ટ

આરૂષિ-હેમરાજ મર્ડર કેસ: જાણો દરવખતે આ કેસમાં કેવા સનસનીખેજ આવતા રહ્યાં ટ્વિસ્ટ

 | 3:20 pm IST

દેશભરમાં ચર્ચિત રહેલા આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં આજે અલ્હાબાદ કોર્ટે તલવાર દંપત્તિને નિર્દોષ જાહેર કર્યા છે. જાણો આ સમગ્ર કેસમાં સતત આવી રહેલા વળાંક અને કેસ ઉકેલાઇ જવાની જગ્યાએ ડબલ મર્ડર કેસ ગૂંચવાતો રહ્યો…

– 16મે, 2008ના રોજ આરૂષિના બેડરૂમમાં મૃત જોવા મળી હતી. તેની ગળું કાપીને હત્યા કરાઈ હતી. શરૂઆતમાં સ્થાનિક 45 વર્ષના નોકર હેમરાજ પર આરૂષિના મર્ડરની શંકા હતી પરંતુ બીજા જ દિવસે જલવાયુ વિહારની એ મકાનની છત પર હેમરાજનો મૃતદેહ મળ્યો.

– ત્યારબાદ પોલીસની તપાસ થઇને આરૂષિના માતા-પિતા તલવાર દંપત્તિ પર જ વળ્યો. પોલીસે કહ્યું હતું કે આરૂષિ અને હેમરાજને આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ પિતા રાજેશ તલવારે જ બંનેની હત્યા કરી દીધી હતી

– કોઇપણ ફોરેન્સિક તપાસ અને મટિરિયલ એવિડન્સના આ પ્રકારના આરોપ લગાતા ગુસ્સામાં ભરાયેલા તલવાર દંપત્તિ અને તેમના નજીકના લોકોએ પોલીસ પર તપાસને ભટકાવાનો આરોપ મૂકયો હતો.

આરૂષિ મર્ડર: પેરેન્ટસ પર શરૂઆતથી જ શંકા કેમ…?

– આરૂષિની હત્યાના એક સપ્તાહ બાદ જ રાજેશ તલવારની ધરપકડ કરી લેવાઇ હતી. જામીન પર છૂટ્યા પહેલાં જ તેઓ 60 દિવસ સુધી જેલમાં ર્યા હતા.

– પોલીસની તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ તત્કાલીન સીએમ માયાવતીએ તપાસની જવાબદારી સીબીઆઈને સોંપ્યો હતો

– જો કે તે સમયે આ કેસમાં અચાનક મોડો ટ્વિટર આવી ગયો, જ્યાં બે સીબીઆઈ તપાસકર્તાઓએ એ જ પુરાવાના આધાર પર બીજી જ થિયરી બતાવી. અરૂણકુમારના નેતૃત્વવાળી પહેલી ટીમ એ સાઇંટિફિક પુરાવાના આધાર પર ત્રણ લોકોએ ડૉ.તલવારના કમ્પાઉન્ડર અને બે પાડોશીના સ્થાનિક નોકરો રાજકુમાર અને વિજય મંડલની ધરપકડ કરી હતી. પરંતુ એજન્સી તેના પર ચાર્જશીટ દાખલ કરવામાં અસફળ રહી અને તેમણે છોડવા પડ્યાં.

આરૂષિ મર્ડર: આખરે કેમ ગૂંચવાડો ઉકેલી શકયો નહીં

– સીબીઆઈ એ 2009ની સાલમાં કેસની તપાસ નવી ટીમને સોંપી દીધી હતી, જેને તપાસમાં કેટલીય મોટી ખામીઓના લીધે કેસને બંધ કરવાની ભલામણ કરી. પરિસ્થિતિજન્ય પુરાવાના આધાર પર આ ટીમે રાજેશ તલવારને જ એકમાત્ર શંકાસ્પદ ગણાવ્યા. જો કે પુરાવાના અભાવમાં તલવાર પર કોઇ આરોપ લાગવાથી ઇન્કાર કરી દીધો

– પરંતુ સીબીઆઈ કોર્ટે કેસને ક્લોઝ કરવાની ભલામણને રદ કરી દીધી. કોર્ટે હાલના પુરાવાના આધાર પર તલવાર દંપત્તિની વિરૂદ્ધ જ કેસ ચલાવાનો આદેશ આપ્યો. ત્યારબાદ 2013મા બંનેને રાજેશ અને નુપુર તલવારને દોષિત ગણાવ્યા.

– તલવાર દંપત્તિને દોષિત ગણાવ્યાના એક દિવસ બાદ 26 નવેમ્બર, 2013ના રોજ ગાઝિયાબાદ સ્થિત સીબીઆઈની ખાસ કોર્ટે બંનેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. ત્યારથી જ બંને ગાઝિયાબાદની ડાસના જેલમાં છે.

સીબીઆઈએ કહ્યું, પેરેન્ટ્સ જ હોઇ શકે છે હત્યારા

– અલ્હાબાદ હાઇકોર્ટની ડિવિડઝન બેન્ચે સીબીઆઇ કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ તલવાર દંપત્તિની અરજી પર 7 સપ્ટેમ્બરના રોજ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો અને આજે 12મી ઑક્ટોબરની તારીખ નક્કી કરી હતી.

– આરૂષિ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવાનો દાવો કરતાં કેટલાંય પ્રકારની થિયરી બતાવામાં આવી, પરંતુ કોઇમાં પણ સ્પષ્ટ નક્કર પરિણામ જાણી શકાયું નહીં. આ સનસનીખેજ કાંડ પર બોલિવુડની એક ફિલ્મ બની ચૂકી છે અને એક પુસ્તક પણ લખાઇ ચૂકયું છે.