NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આરૂષિ-હેમરાજ મર્ડર કેસ: HCનો નિર્ણય સાંભળી ભાવુક થઇ ગયા તલવાર દંપત્તિ

આરૂષિ-હેમરાજ મર્ડર કેસ: HCનો નિર્ણય સાંભળી ભાવુક થઇ ગયા તલવાર દંપત્તિ

 | 3:33 pm IST

આરૂષિ-હેમરાજ મર્ડર કેસમાં ગુરૂવારના રોજ ઇલ્હાબાદ હાઇકોર્ટે તલવાર દંપત્તિની નિર્દોષ જાહેર કરી દીધી છે. આ નિર્ણય સાંભળ્યા બાદ આરૂષિના પિતા રાજેશ તલવાર અને માતા નુપુર તલવાર ભાવુક થઇ ગયા. જ્યારે નિર્ણય આવતા પહેલાં તલવાર દંપત્તિ ઘણા પરેશાન દેખાઇ રહ્યા હતા. ગાઝિયાબાદની ડાસના જેલમાં બંધ રાજેશ અને નુપુર તલવારને રાત્રે ઊંઘ આવી નહોતી. બંનેએ સવારે નાસ્તો પણ કર્યો નહતો. કહેવાય છે કે સવારે હેલ્થ ચેકઅપ દરમ્યાન તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું. જેલના સૂત્રોના મતે સામાન્ય દિવસોની સરખામણીમાં નુપુર એ બીજા કેદીઓ સાથે વાતચીત કરી નહીં અને ચુપચાપ બેસી રહ્યાં. હાઇકોર્ટે મોટી રાહત આપતા દીકરી અને નોકર હેમરાજના આરોપમાંથી નિર્દોશ જાહેર કરી દેવાયા છે.

ટીવી રિપોર્ટ્સના મતે નિર્ણય પહેલાં જેલમાં બંધ આરૂષિની માતા નુપુર અને પિતા રાજેશ તલવાર ઘણા તણાવમાં જોવા મળ્યા. બંને જમ્યા પણ નહોતા. ઉલ્લેખનીય છે કે ગાઝિયાબાદ સ્થિત ખાસ સીબીઆઈ કોર્ટે 26 નવેમ્બર, 2013ના રોજ રાજેશ અને નુપુરને આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના એક દિવસ પહેલાં બંનેને દોષિત ગણાવામાં આવ્યા હતા.

પોતાની દીકરી આરૂષિની હત્યાના આરોપી તલવાર દંપત્તિને આજીવન કેદની સજાની વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે અંદાજે 9 વર્ષ પહેલાં નોઇડાના સેકટર-25 સ્થિત જલવાયુ વિહારમાં થયેલ આ મર્ડર મિસ્ટ્રીની પોલીસ બાદ સીબીઆઈની બે ટીમોએ પણ તપાસ કરી હતી. 16 મે, 2008ના રોજ આરૂષિ તેના બેડરૂમમાં મૃત જોવા મળી હતી. તેની ગળું કાપીને હત્યા કરાઇ હતી. શરૂઆતમાં સ્થાનિક 45 વર્ષના નોકર હેમરાજ પર આરૂષિના મર્ડરની શંકા હતી પરંતુ બીજા જ દિવસે જલવાયુ વિહારની એ મકાનની છત પર હેમરાજનો મૃતદેહ મળ્યો.

ખાસ કોર્ટની સજાની વિરૂદ્ધ તલવાર દંપત્તિએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેના પર જસ્ટિસ બીકે નારાયણ અને જસ્ટિસ એકે મિશ્રાની બેન્ચે તલવાર દંપત્તિની અપીલ પર 7 નવેમ્બરના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણય સંભળવાની તારીખ 12મી ઑક્ટોબર નક્કી કરાઈ હતી.