NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આ કારણથી આજે પણ જેલમાંથી નહિ છૂટે તલવાર દંપતી

આ કારણથી આજે પણ જેલમાંથી નહિ છૂટે તલવાર દંપતી

 | 2:52 pm IST

આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે આરુષિના માતાપિતા રાજેશ અને નુપુર તલવારને મુક્ત કર્યા હતા. ટ્રાયલ કોર્ટે તેમને ઉંમરકેદની સજા આપી હતી. તેમની મુક્તિમાં હજી પણ મોડું થઈ શકે છે, કારણ કે અત્યાર સુધી જેલના કોર્ટના નિર્ણયની કોપી નથી મળી. તલવાર દંપતીના એક વકીલે કહ્યું કે, હાઈકોર્ટથી પ્રમાણિત કોપી એટલે કે અધિકારીક કોપી હજી મળી નથી. તેથી પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે. આજ સાંજ સુધી આ કોપી ન મળી, તો તેમની મુક્તિ માટે સોમવાર સુધી રાજ જોવી પડશે. હકીકત એવી છે કે, બીજા શનિવારને કારણે કોર્ટ બંધ રહેશે અને પછી રવિવારે રજા રહેશે. તેથી હવે સોમવારે જ તેમની મુક્તિ થશે.

હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર સખત ટિપ્પણી અને પુરાવાને અભાવે તલવાર દંપતીને મુક્તિ આપી હતી. ડાસના જેલના સુપરિટેન્ડન્ટ દધિરામે જણાવ્યું કે, અત્યાર સુધી તેમી પાસે કોર્ટના ઓર્ડરની કોપી પહોંચી નથી. જ્યારે તેમની પાસે આ કોપી આવશે ત્યારે જ આગળની કાર્યવાહી થશે.

નિર્ણય આવ્યા બાદ નાખુશ હતા દંપતી
નિર્ણયા આવ્યા બાદ તલવાર દંપતી બહુ જ નાખુશ નજર આવ્યા હતા તેવું જેલના સ્ટાફે જણાવ્યું હતું. તેમજ જેલના કેદી આ નિર્ણયથી ખુશ લાગી રહ્યા હતા.

નિર્ણય પહેલા ટેન્શનમાં હતા
આરુષિ મર્ડર કેસનો ચુકાદો આવ્યો તેના બે દિવસ પહેલાંથી ગાઝિયાબાદની ડાસના જેલમાં તલવાર દંપતી ખૂબ વ્યાકુળ દેખાતું હતું. તેઓ વારંવાર ગુરુવાણી અને હનુમાન ચાલીસાના પાઠ કરતાં હતાં. તેઓ કેદીઓ સાથે પણ ખૂબ ઓછી વાત કરતા હતાં અને તેમનું રુટિન પણ બદલાઈ ગયું હતું. કેદીઓ તેમને ચુકાદાને ધ્યાનમાં રાખીને આશ્વાસન આપતા હતા. બુધવારે રાતે તેઓ ત્રણ કલાક સૂતાં હતાં. રાજેશ તલવારનું બીપી પણ વધી ગયું હતું.