NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આરૂષિ મર્ડર મિસ્ટ્રી તપાસ પર પ્રશ્નાર્થ: હજુપણ રહસ્ય અકબંધ, હત્યા કોણે કરી?

આરૂષિ મર્ડર મિસ્ટ્રી તપાસ પર પ્રશ્નાર્થ: હજુપણ રહસ્ય અકબંધ, હત્યા કોણે કરી?

 | 6:50 pm IST

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી 9 વર્ષ બાદ જ્યાંથી ચાલી હતી ત્યાં જ પહોંચી ગઇ. અલ્હાબાદ હાઇકોર્ટે આરૂષિ અને હેમરાજ હત્યાકાંડમાં તલવાર દંપત્તિને નિર્દોષ જાહેર કરી દીધા અને આમ જોવા જઇએ તો આ મર્ડર મિસ્ટ્રી ફરીથી ગૂંચવાઇ. હાઇકોર્ટે તલવાર દંપત્તિને નિર્દોષ જાહેર કર્યાં એવામાં હત્યારો કોણ છે. 9 વર્ષ પહેલાં 15-16 મે 2008ના રોજ જ્યારે આરૂષિની હત્યા થઇ હતી ત્યારે પ્રશ્ન એ થયો હતો કે હત્યારું કોણ છે? ત્યારે કેસની તપાસ શરૂ થઇ અને તપાસ એજન્સીની બદલાતી થિયરી અને તેના પર ઉઠેલા પ્રશ્નોની વચ્ચે આ કેસ આગળ વધતો રહ્યો. શરૂથી લઇને અંત સુધીમાં આ કેસ મિસ્ટ્રી બની રહી અને હજુ પણ એ જ પ્રશ્ન કાયમ છે કે આખરે હત્યારું કોણ છે?

વારદાત પછી સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી
2008ના 15-16મી મેના રોજ રાત્રે નોઈડાના જલવાયુ વિહારમાં ડૉકટર રાજેશ તલવાર અને નુપુર તલવારની દીકરી આરૂષિની હત્યા કરાઇ છે. ગળું કાપીને હત્યાકાંડને અંજામ અપાયો.. બીજા દિવસે તલવારના નોકર હેમરાજનો મૃતદેહ તેની છત પરથી મળ્યો. ત્યારબાદ આ કેસ ખૂબ જ પેચીદો બનતો ગયો. આરૂષિ અને હેમરાજનો મોબાઇલ ગાયબ હતો. હત્યાનો હેતુ શું હતો. જે હથિયારથી વારદાતને અંજામ આપ્યો તે ગાયબ હતી અને જોત જોતામાં આ મર્ડર મિસ્ટ્રી આખા દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી બની ગઇ. એક જ પ્રશ્ન ચારેબાજુ હતો કે હત્યારો કોણ છે?

યુપી પોલીસની તપાસ પર ઉઠ્યા પ્રશ્ન
આરૂષિની હત્યા બાદ ઘરમાંથી હેમરાજ ગાયબ હતો આથી તત્કાલ તો તેના પર શંકાની સોઇ સેવાઇ. પરંતુ બાદમાં જ્યારે તેનો મૃતદેહ મળ્યો તો મામલો ફરીથી ગૂંચવાયો. પછી પોલીસ માટે આ કેસ સરળ રહ્યો નહોતો. યુપી સરકારે પોલીસને ટાસ્ક ફોર્સની મદદ આપી. ત્યારબાદ તત્કાલીન ડીજીપી બૃજલાલે આ કેસમાં હત્યાકાંડને ઉકેલવાનો દાવો કર્યો અને રાજેશ તલવારની ધરપકડ કરી લીધી. પોલીસની થિયરી હતી કે ડૉકટર તલવાર અને તેમના એક ફેમિલી ફ્રેન્ડમાં સંબધ હતો અને તેની માહિતી આરૂષિ પાસે હતી. આ દરમ્યાન તે નોકર હેમરાજને પ્રેમ કરવા લાગી અને આ વાત તલવારને ગમતી નહોતી અને પછી તેણે પહેલાં હેમરાજની હત્યા કરી અને પછી આરૂષિની હત્યા કરી દીધી. પરંતુ આ થિયરી પર તમામ પ્રશ્નો ઉઠ્યા. ત્યારબાદ તત્કાલીન બસપાની સરકારે કેસની તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી.

સીબીઆઈએ નોકરને આરોપી બનાવ્યો અને કહ્યું હતું કે તલવારનો રોલ નથી
સીબીઆઈએ કેસની તપાસ કરી તે દરમ્યાન આ કેસમાં સ્થાનિક નોકર પર શંકાની સોઇ સેવાઇ. સીબીઆઇએ કહ્યું કે વારદાતને ખૂખરી જેવા હથિયારથી અંજામ અપાયો છે અને પછી તલવારના નોકર કૃષ્ણાની પૂછપરછ થઇ અને એક મહિના પછી 13 જૂનના રોજ તેની ધરપકડ કરી લેવાઇ. પછી સીબીઆઈ એ એક પછી એક બાકી નોકરોની પણ ધરપકડ કરી. તેમાં તલવારના મિત્રના નોકર રાજકુમાર અને પાડોશીના નોકર વિજય મંડરની ધરપકડ કરાઇ. આ ત્રણેય નોકરોનો સાઇન્ટિફિક ટેસ્ટ થયો એટલે કે બ્રેન મેપિંગ ટેસ્ટ, લાઇ ડિટેક્ટર ટેસ્ટ, અને નાર્કો ટેસ્ટ કરાયો. વારદાતના 56મા દિવસે સીબીઆઈએ પહેલી વખત દાવો કર્યો કે હત્યાકાંડમાં નોકરોનો હાથ છે અને તલવારનો રોલ નથી. પરંતુ સાઇન્ટિફિક પુરાવાના આધાર પર સીબીઆઈ એ તમામ જ્ગાયે તપાસ કરી પરંતુ નોકરની વિરૂદ્ધ પુરતા પુરાવા મળ્યા નહીં. જેથી કરીને આ કેસ પરિસ્થિતિજન્ય સાક્ષીઓ પર આધારિત છે એવામાં હત્યાનો હેતુ, લાસ્ટ ત્રણ એવિડન્સ અને હથિયાર અગત્યના હતા. પરંતુ તેમાં સીબીઆઈને ખાસ સફાળતા મળી નહોતી અને નોકરોને જામીન મળી ગયા.

સીબીઆઈએ દાખલ કરી હતી ક્લોઝર પરંતુ કોર્ટે પુરતા પુરાવા માન્યા હતા અને સમન્સ જાહેર કર્યા
તપાસ બાદ સીબીઆઈ એ તલવાર દંપત્તિ પર શકા વ્યક્ત કરી, પરંતુ કહ્યું કે કેસ પરિસ્થિતિજન્ય પુરાવાઓ પર આધારિત છે એવામાં પુરાવાની કડીઓ તલવાર દંપત્તિની વિરૂદ્ધ એકત્ર થયા નહીં અને ફરી સીબીઆઈએ કેસમાં સ્પેશ્યલ કોર્ટની સામે ક્લોઝર દાખલ કરી દીધા અને કહ્યું કે કેસને બંધ કરી દેવામાં આવે. પરંતુ સ્પેશ્યલ કોર્ટે રજૂ કરેલા તથ્યોના આધાર પર કહ્યું કે જે પુરાવા છે તે પૂરતા છે અને કેસમાં તલવાર દંપત્તિને આરોપી જાહેર કરી દીધા. જો કે ક્લોઝર રિપોર્ટમાં સીબીઆઈએ શંકાની સોઇ તલવાર દંપત્તિની તરફ ફેરવી હતી, પરંતુ પૂરતા પુરાવા ન હોવાની વાત કહી હતી. આમ તો સીબીઆઈની થિયરી જાતે જ બદલાતી રહી. યુપી પોલીસે તલવારને આરોપી બનાવ્યા હતા પરંતુ સીબીઆઈએ તેને નકારી દીધા હતા અને નોકરોને આરોપી બનાવ્યા. પરંતુ જ્યારે પૂરતા પુરાવા ન મળ્યા તો તલવાર દંપત્તિ પર શંકા વ્યક્ત કરી હતી.

હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ પ્રશ્ન ફરી કાયમ
નીચલી કોર્ટે તલવાર દંપત્તિને આરૂષિ અને હેમરાજની હત્યામાં આજીવન કેદની સજા સંભળાવી હતી તેને તલવાર દંપત્તિએ હાઇકોર્ટમાં પડકારી અને હાઇકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કરી દીધા. હાઇકોર્ટે કહ્યું કે પરિસ્થિતિઓ અને રેકોર્ડમાં નોધાયેલા પુરાવા પ્રમાણે તલવાર દંપત્તિને દોષિત ગણાવી શકાય નહીં. હાઇકોર્ટના નિર્ણય બાદ એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે આરૂષિની હત્યામાં તલવાર દંપત્તિનો હાથ નથી. એવામાં હવે પ્રશ્ન એ થાય છે કે આખરે હત્યારો કોણ છે?