આસક્તિ એટલે કે મોહ-પ્રેમ માયાનો નાશ - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • આસક્તિ એટલે કે મોહ-પ્રેમ માયાનો નાશ

આસક્તિ એટલે કે મોહ-પ્રેમ માયાનો નાશ

 | 1:31 am IST

“ નિરાશી યતચિતાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ ।

શારીરમ કેવલમ કર્મ કુર્વન ન આપ્નોતિ કિલ્બિષમ ।। ૪/૨૧ ।।

અર્થ

“ જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઇ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાાનમાં સ્થિર રહે છે એવા કેવળ યજ્ઞાસંપાદનને અર્થે કર્મ કરનારા મનુષ્યનાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલિન થઇ જાય છે. “

જે વ્યક્તિને કશાની લાલસા નથી, કશું મેળવી લેવાની ભાવના નથી તે વ્યક્તિએ પોતાના અંતઃકરણ ઉપર અને પોતાના શરીર ઉપર જીત મેળવી છે તેમ કહી શકાય. જેમ કે આંખને સારું જોવાની, કાનને સારું સાંભળવાની, જીભને સારા સ્વાદની અને તેવી જ રીતે શરીરની અન્ય તમામ ઇન્દ્રીયોને તેમને અનુરૂપ ભોગ ભોગવવાની ઇચ્છા થતી હોય છે, પણ જો વ્યક્તિ મનથી દ્રઢ સંકલ્પ કરીને તમામ પ્રકારની લાલસાઓને ત્યજી દે છે તો પછી તેણે પોતાના મન અને ઇન્દ્રીયો પર વિજય મેળવી લીધો છે તેમ કહેવાશે. આસક્તિ એટલે કે મોહ-પ્રેમ માયાનો નાશ થઇ જાય, પોતાના દેહ વિશે કે પોતાના હોદ્દા- સ્ટેટસ વિશેનું અભિમાન નષ્ટ કરી દેવાય, કોઇપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનું મમત્વ ચાહત છોડી દીધા પછી જે વ્યક્તિ પોતાના મનને એક માત્ર ઇશ્વરના જ્ઞાાન તરફ્ સ્થિર કરે અથવા ઇશ્વરી જ્ઞાાન મેળવવામાં – સમજવામાં કે તે અનુસરવામાં જ વ્યસ્ત રહે તો તેનાં તમામ કર્મ યજ્ઞાને પ્રાપ્ત કરવા માટે કરાતા કર્મની માફ્ક પૂર્ણ રીતે ઇશ્વરમાં જ વિલિન થઇ જાય છે. સાદી અને સરળ સમજૂતી જોઇએ તો યજ્ઞા સંપાદન કરવો એટલે કે કોઇ ધર્મકાર્ય કરવું. આવું કાર્ય કરવા માટે વ્યક્તિએ તમામ પ્રકારની મોહ માયાનો ત્યાગ કરવો પડે છે. એકમાત્ર ઇશ્વરના સ્વરૂપ કે જ્ઞાાનની પ્રાપ્તિ માટે ભક્તિમાં લીન થવું જોઇએ. મનને એકાગ્ર કરવું, મોહ માયાનો ત્યાગ કરવો, મમતા પણ ત્યાગવી, પોતાના જ્ઞાાન રૂપ સૌન્દર્ય કે પદ વિશેનું મિથ્યાભિમાન ત્યજી દીધા પછી જ ઇશ્વરની ભક્તિ કરી શકાય છે. ઇશ્વરના સ્વરૂપ અને જ્ઞાાનને સમજવા માટે આટલું કરવું અતિ આવશ્યક છે. બીજી રીતે કહીએ તો ફ્ળની તૃષ્ણા છોડી દેનાર, પોતાના મનને અને આત્માને કાબૂમાં રાખનાર અને સર્વ સંગથી મુક્ત થયેલ છે તેવા પુરુષને માત્ર શારીરિક કર્મ કરતાં કોઇ પાપ લાગતું નથી. અસ્તુ.

– અનંત પટેલ

[email protected]