આયુષ શર્મા અને વરિના હુસૈન શીખી રહ્યા છે ગરબા  - Sandesh
  • Home
  • Entertainment
  • આયુષ શર્મા અને વરિના હુસૈન શીખી રહ્યા છે ગરબા 

આયુષ શર્મા અને વરિના હુસૈન શીખી રહ્યા છે ગરબા 

 | 4:59 am IST

પોતાના બનેવી આયુષ શર્માને અભિનેતા સલમાન ખાન બોલિવૂડમાં લાવવા અતિ ઉત્સાહમાં છે. આયુષ પોતાની પહેલી ફિલ્મ લવરાત્રિ માટે પોતાના બાવડા મજબૂત કરી રહ્યો છે. ફિલ્મમાં આયુષ સાથે નવોદિત અભિનેત્રી વરિના હુસૈન લીડ રોલમાં છે. પોતાની પહેલી ફિલ્મ માટે આયુષ અને વરિના બંને ગરબાની તાલીમ લઇ રહ્યા છે. હાલમાં જ બંનેએ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આયુષે હવે વરિના સાથે પારંપરિક ગરબાની તાલીમ લેવાની શરૂ કરી છે. લવરાત્રિનું દિગ્દર્શન અભિરાજ મિનવાલા કરવાના છે તેમ જ દિગ્દર્શક તરીકે અભિરાજની પણ આ પહેલી જ ફિલ્મ છે.