AB De Villiers says Virat is a Best ODI Player in the World
  • Home
  • Sports
  • Cricket
  • SAના આ દિગ્ગજ ખેલાડીએ કર્યા કોહલીના વખાણ, કહ્યું-‘વિરાટ છે વન ડેનો બેસ્ટ બેટ્સમેન’

SAના આ દિગ્ગજ ખેલાડીએ કર્યા કોહલીના વખાણ, કહ્યું-‘વિરાટ છે વન ડેનો બેસ્ટ બેટ્સમેન’

 | 5:24 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં આઠ વર્ષથી એક જ ટીમનો હિસ્સો રહેલા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન એબી ડિ વિલિયર્સ અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી સારા મિત્ર છે. ડિ વિલિયર્સે એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા.

ડિ વિલિયર્સે કહ્યું કે,‘છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલી સતત શાનદાર બેટિંગ કરી રહ્યા છે. મને લાગે છે કે તેમનું આ પ્રદર્શન આઈપીએલમાં પણ યથાવત રહેશે. હું આ ખેલાડી સાથે છેલ્લા 8 વર્ષોથી રમી રહ્યો છું પરંતુ મને નથી લાગતું કે તમે આ ખેલાડીના અંદરથી ક્યારે પણ ક્લાસ બહાર ન કાઢી શકો. જોકે તેઓ પણ એક વ્યક્તિ છે અને અન્ય ખેલાડીઓની જેમ તેમને પણ જીવનના ઉતાર-ચઢાવથી પસાર થવું પડશે.’

ઉપરાંત ડિ વિલિયર્સે કહ્યું કે,‘વિરાટ કોહલી માનસિક રીતે ખૂબજ મજબૂત ખેલાડી છે અને તેમની આ ખૂબી તેમને દુનિયાનો સર્વશ્રેષ્ઠ વનડે ખેલાડી બનાવે છે.’ ઉપરાંત ડિવિલિયર્સે વર્લ્ડ કપને લઈને કહ્યું કે,‘આ વખતે ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો વર્લ્ડ કપની મોટી દાવેદાર લાગી રહી છે. પરંતુ મને અપેક્ષા છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ આ ટુર્નામેન્ટમાં ખૂબજ શાનદાર પ્રદર્શન કરશે.’ તમને બતાવી દઈએ કે ડિ વિલિયર્સે ગત વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો છે અને હવે તેઓ માત્ર ટી20 લીગમાં ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન