ડીવિલિયર્સનાં સંન્યાસની વાત સાંભળી રડવા લાગ્યો આ ફેન, એબીએ આપી જોરદાર સપ્રાઇઝ - Sandesh
NIFTY 10,783.85 -24.20  |  SENSEX 35,513.30 +-86.52  |  USD 67.9850 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ડીવિલિયર્સનાં સંન્યાસની વાત સાંભળી રડવા લાગ્યો આ ફેન, એબીએ આપી જોરદાર સપ્રાઇઝ

ડીવિલિયર્સનાં સંન્યાસની વાત સાંભળી રડવા લાગ્યો આ ફેન, એબીએ આપી જોરદાર સપ્રાઇઝ

 | 4:20 pm IST

આધુનિક સમયનાં ક્રિકેટમાં જેની ગણના દિગ્ગજોમાં થાય છે તેવા ધાકડ બલ્લેબાજ એબી ડીવિલિયર્સે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. આ કારણે ડીવિલિયર્સનાં ફેન્સ ઘણાં જ નિરાશ થઇ ગયા છે. ડીવિલિયર્સ હવે ક્યારેય સાઉથ આફ્રિકાની જર્સીમાં જોવા નહી મળે તે વિચારથી જ ડીવિલિયર્સનાં ફેન્સ નિરાશ થઇ જાય છે.

ડીવિલિયર્સનો એક આવો જ ફેન છે લિયો. જ્યારે લિયોને તેની માતાએ જણાવ્યું કે, ડીવિલિયર્સે સંન્યાસ લઇ લીધો છે. આ સાંભળતા જ લિયો જોર જોરથી રડવા લાગ્યો હતો. પરિસ્થિતિ નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે લિયોની માતા એલ્સાબેએ જાકારંડા એફએમને આ વિશે ફોન કરી જાણકારી આપી હતી. આ યોજના કામ આવી અને લિયોને કહેવામાં આવ્યુ કે તે એબીનાં જીવન પર બની રહેલી ડૉક્યુમેન્ટ્રીમાં પોતાના વિચાર જણાવી શકશે.

યુવા લિયોએ આ વિશે પોતાના વિચારો કેમેરામાં જોવાનું શરૂ કર્યું ત્યારે એબી ડીવિલિયર્સ અચાનક ફ્રેમની સામે આવીને ઉભો રહ્યો. લિયોને આ વિશ્વાસ ના થયો અને તેની ખુશી સાતમાં આસમાને પહોંચી ગઇ. તે જોર જોરથી બુમો પાડવા લાગ્યો, “એબી, એબી.” લિયો વતી આઇઓએલે કહ્યું , “મને વિશ્વાસ જ ના થયો કે એબીડી મારી સામે છે. મારા હ્રદયની ઝડપ વધવા લાગી હતી. મને સમજમાં નહતુ આવી રહ્યું કે તેઓ મારા ઘરમાં શું કરી રહ્યા છે. થોડાક સમય માટે હું મારુ મગજ ગુમાવી ચુક્યો હતો.” ડીવિલિયર્સે લિયોને સાઉથ આફ્રિકાની કેપ અને એક ઑટોગ્રાફ કરેલુ બેટ ભેટ આપ્યું હતુ.