પેટની ચરબી સમસ્યા બની ગઈ છે? તો આ ઉપાય અજમાવી જુઓ   - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • પેટની ચરબી સમસ્યા બની ગઈ છે? તો આ ઉપાય અજમાવી જુઓ  

પેટની ચરબી સમસ્યા બની ગઈ છે? તો આ ઉપાય અજમાવી જુઓ  

 | 12:11 am IST

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

એક ગર્ભાવસ્થા જાય એટલે મહિલાઓનો મોટો પ્રશ્ન પેટની ચરબી ઘટાડવાનો સામે આવી જાય છે. ગર્ભાવસ્થાને કારણે તેમજ તે પછી હેલ્ધી આહાર લેવાને કારણે પેટ ઉપર ખાસ્સી ચરબી જામી જતી હોય છે. વળી જો સિઝેરિયન થયેલું હોય તો ચરબી યક્ષપ્રશ્ન બની જતો હોય છે. આવું ન થાય તે માટે મહિલાઓ ડિલિવરીના અમુક સમય બાદ કસરત કરીને વજન ઘટાડવાના પ્રયત્ન ચાલુ કરી દેતી હોય છે. જોકે જે મહિલાઓ પાસે આના માટે સમય નથી તેઓ ઘરેલુ ઉપાય અજમાવીને પેટની ચરબી ઘટાડી શકે છે. આ અઘરું નથી. બસ, થોડી શિસ્તનું પાલન કરીને પેટની ચરબી ઘટાડી શકાય છે. આ માટે શું કરવું તે જોઇ ઔલઇએ.

ગરમ પાણી અને લીંબુ 

પેટની ચરબી ઘટાડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગરમ પાણી છે. રોજ સવારે ઊઠીને બ્રશ કરીને તરત ગરમ પાણીમાં એક આખું લીંબુ નિચોવીને પી જવું. આમ સળંગ છ મહિના કરવાથી પેટની ચરબીમાં મોટો ઘટાડો થશે અને તમારું પેટ પહેલાંની માફક જ સ્લીમ બની જશે.

ચાલવાનું રાખવું 

ઓફિસમાં કામ કરતી મહિલાઓ માટે આ વાત ખાસ લાગુ પડે છે. ગર્ભાવસ્થા બાદ શરૂઆતમાં આરામ જ કરવાનો હોય છે. ત્યારબાદ જ્યારે ઓફિસ જોઇન કરીએ ત્યારે સળંગ છથી નવ કલાક બેસી રહેવાનું હોવાથી પેટની ચરબીમાં ધરખમ વધારો નોંધાય છે. આમ ન થાય તે માટે સળંગ બેસવાને બદલે થોડા થોડા સમયે ઊભા થઇને થોડું ચાલવાનું રાખવું. થોડું થોડું ચાલવાથી ભોજન પચી જશે અને ચરબીમાં વધારો પણ નહીં થાય.

નિયમિત ચાલવું 

વ્યાયામ માટે જિમ જવાનો સમય ન મળતો હોય તો તમે ઘરે તમારા શરીર માટે અને ચરબી ઘટાડવા માટે થોડો સમય કાઢીને ચાલી તો શકો જ છો. ચાલવાથી માત્ર પેટની ચરબી જ નહીં બોડી ફેટમાં ઘટાડો થાય છે, ભોજન સરળતાથી પચી જાય છે તેમજ એસિડિટીની તકલીફમાં પણ રાહત મળે છે. માટે ખાસ રોજે વધારે નહીં તો વીસ મિનિટ ચાલવાનું રાખવું જ જોઇએ.

પ્રોટીનયુક્ત આહાર લેવો 

પ્રોટીનયુક્ત આહાર લેવાથી શરીરને પ્રોટીન પ્રાપ્ત થવાની સાથેસાથે તે ભૂખને કંટ્રોલ કરવાનું કાર્ય પણ કરે છે. જેના કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને વારંવાર કંઇપણ ખાવાની જરૂર નથી પડતી. જો વધારે વાર ખોરાક ન લેવાય તો આપોઆપ ચરબી પણ ઓછી થવા લાગે તેમજ ઘટેલું વજન જળવાઇ રહે.

પાણી વધારે પીઓ 

આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જરૂરી છે. વિજ્ઞાાન તો એમ કહે છે કે દર પચ્ચીસ કિલોએ ઓછામાં ઓછું એક લિટર પાણી તો પીવું જ જોઇએ. આ રીતે તમે પણ તમારું વજન કાઉન્ટ કરીને પાણીની માત્રા નક્કી કરી શકો છો. જો તમે જલદીથી ચરબી ઘટાડવા માંગતા હોવ તો આખા દિવસમાં બેથી ત્રણ લિટર પાણી ચોક્કસપણે પીવું જ જોઈએ. પાણી પીવાથી ત્વચા પણ સારી રહેશે.

સફરજન ખાવું 

રોજે એક સફરજન ચોક્કસ ખાવું જોઇએ. સફરજન ખાવાથી તંદુરસ્ત રહેવાય છે તે આપણે જાણીએ છીએ, સાથેસાથે સફરજનની છાલમાં યુર્સોલિક એસિડ પ્રાપ્ત થાય છે, જે બ્રાઉન ફેટ બનાવે છે અને શરીરને ચરબીથી દૂર રાખવાનું કામ કરે છે. તે બેલી ફેટને પણ કંટ્રોલમાં રાખે છે.

કસરત કરવી 

બહાર જિમમાં જઈને નહીં પણ બેલી ફેટ ઘટાડવાની કસરત ઘરે બેસીને પણ કરી શકાય છે. હાલ ઇન્ટરનેટ ઉપર આવી કેટલીયે કસરતો વીડિયો સહિત મૂકવામાં આવે છે, તેમાંથી શીખીને તમે ઘરેબેઠા જ કસરત કરી શકો છો. જો બીજી કસરત ન કરવી હોય તો સૂર્યનમસ્કાર કરવા. આ પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.

[email protected]ઔ.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન