abhishek bachchan announces surprise on twitter fans are crazy
  • Home
  • Featured
  • શું એશ્વર્યા રાય ફરી એકવાર પેંડા ખવડાવશે? અભિષેક બચ્ચનના ઈશારાથી ઈન્ટરનેટ પર ગરમાવો

શું એશ્વર્યા રાય ફરી એકવાર પેંડા ખવડાવશે? અભિષેક બચ્ચનના ઈશારાથી ઈન્ટરનેટ પર ગરમાવો

 | 3:13 pm IST

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચનને લઈ ફરી એકવાર મા બનવાની વાત સામે આવી છે. કારણ કે અભિષેકે એક વાત ટ્વિટ પર લખીને બધાને ચોંકાવી દીધા છે. એક એવો ઈશારો કે લોકોએ સીધો બાળકને જન્મ આપવાની વાત પર ટાર્ગેટ કર્યો છે. ટ્વીટ કરી એના થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ઘમાસાણ મચી ગયું અને ધડાધડ વાયરલ થઈ રહી છે.

અભિષેક બચ્ચને ટ્વિટર પર એક નાનકડી વાત લખી પણ લોકોએ એનો મતલબ ખુબ મોટો લઈ લીધો છે. અભિનેતાએ લખ્યું કે, બધા માટે એક સરપ્રાઈઝ છે, મારી સાથે જોડાયેલા રહો. બધા ફેન્સેએ તેને બીજા બાળકનો ઈશારો સમજી લીધો છે.

જેવી જ અભિષેકની આ ટ્વીટ સામે આવી કે, બધાએ સરપ્રાઈઝ માટે કોમેન્ટની લાઈન લગાવી દીધી. કોઈએ બીજુ બાળક લખ્યું, તો કોઈએ લખ્યું કે, અભિષેક પિતા બનવાનો છે. તો કોઈએ વળી આરાધ્યાને ભાઈ મળવાનો છે એવું લખ્યું. હાલમાં સોશિયલ મીડિયામાં એશ્વર્યા રાય મા બનવાની છે, એવા સમાચાર ખુબ વહેતા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન