Abhishek Bachchan Says Film Industry Is Worst
  • Home
  • Entertainment
  • Bollywood
  • 2 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળી હતી ફિલ્મ, હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગણાવી સૌથી ખરાબ

2 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળી હતી ફિલ્મ, હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગણાવી સૌથી ખરાબ

 | 4:59 pm IST

અભિષેક બચ્ચને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્ઝિયાં’થી લગભગ 2 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કર્યું હતુ. આ ફિલ્મમાં તેને સેકેન્ડ લીડ રૉલ મળ્યો હતો. ફિલ્મમાં વિકી કૌશલ અને તાપસી પન્નૂ લીડ રૉલમાં હતા. ફિલ્મમાં સેકન્ડ લીડ રૉલ મળવા પર અભિષેકે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. અભિષેક કરણ જોહરનાં ચેટ શૉ ‘કૉફી વિથ કરણ સીઝન 6’માં પહોંચ્યો હતો. અહીં તેણે જણાવ્યું કે, “કોઇપણ એક્ટર માટે ખોટું લાગવાની વાત છે કે અન્ય એક્ટરને સેન્ટર સ્ટેજ મળે છે અને મને સાઇડ રૉલ. આ ઇન્ડસ્ટ્રી ઘણી ખરાબ છે. અહીં બધુ કમાવવું પડે છે.”

અભિષેકે કહ્યું કે, “સેન્ટરથી સાઇડ થવા પર દુ:ખ તો થાય જ છે. અહીં દિલ દુ:ખાય તેવી ચીજો વધારે છે, પરંતુ આને તમારે પોતાની શક્તિ બનાવવાની જરૂર છે.” ઉલ્લેખનીય છે કે ‘કૉફી વિથ કરણ’નાં આગામી ભાગમાં અભિષેક તેની બહેન શ્વેતા બચ્ચન નંદા સાથે જોવા મળશે. અભિષેકની ‘મનમર્ઝિયાં’ ફિલ્મ પહેલા ‘હાઉસફુલ-3’ આવી હતી જે બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ હતી. આ શૉમાં અભિષેક બચ્ચને એ પણ જણાવ્યું હતુ કે તે પોતાની માતા કરતા વધારે ડરે છે કે પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનથી. કરણે અભિષેકને રૈપિડ ફાયર રાઉન્ડમાં આ પ્રશ્ન પુછ્યો હતો.

આ પ્રશ્નનો જવાબ આપતા અભિષેક કહે છે કે, “માથી”, પરંતુ શ્વેતા કહે છે કે, “ના, અભિષેક વાઇફથી વધારે ડરે છે.” શ્વેતાને રોકતા અભિષેક કહે છે કે, “કરણે રૈપિડ ફાયર રાઉન્ડ મારી સાથે શરૂ કર્યો છે તો જવાબ મારો જ માનવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન