Abhishek Bachchan Spoke About How He Proposed Aishwarya
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિષેક બચ્ચને જણાવ્યું ક્યાં અને કેવી રીતે ઐશ્વર્યાને કર્યું હતુ પ્રપોઝ

અભિષેક બચ્ચને જણાવ્યું ક્યાં અને કેવી રીતે ઐશ્વર્યાને કર્યું હતુ પ્રપોઝ

 | 4:36 pm IST

બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચને એક કાર્યક્રમમાં જણાવ્યું કે, “મે ઐશ્વર્યા સાથે મારી શરૂઆતની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. પહેલા અમે ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’માં સાથે કામ કર્યું હતુ. ત્યારબાદ અમે દોસ્ત બન્યા હતા.” અભિષેકે કહ્યું કે તે અને ઐશ્વર્યા ઘણા નજીકનાં દોસ્તો હતા.

તેમણે જણાવ્યું કે, “અમારી દોસ્તી ઘણી ખાસ હતી અને પછી દોસ્તીથી કંઇક વધારે થઈ ગયું. ફિલ્મ ‘ઉમરાવ જાન’નાં શૂટિંગ દરમિયાન બધુ બદલાઈ ગયું. ત્યારબાદ મે તેને પ્રપોઝ કર્યું અને પછી અમે લગ્ન કરી લીધા અને હવે અમારે એક દીકરી છે જેનું નામ આરાધ્યા છે.”

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન જલ્દી ફિલ્મ ‘ગુલાબ જામુન’માં જોવા મળશે. જુનિયર બચ્ચને નાના પાટેકર અને તનુશ્રી વિવાદ પર કહ્યું કે, “જે વિશે તમે જાણતા નથી તે વિશે કંઇપણ કહેવું મુશ્કેલ છે. જો આવું થયું હોય તો એ ઘણું જ દુ:ખદ છે, પરંતુ કોઇનાં પણ વિશે ધારણા બનાવતા પહેલા સાંભળવું જરૂરી છે. કોઇએ પણ તેમાંથી ના પસાર થવું પડે પછી તે સ્ત્રી હોય કે પુરૂષ.”

અભિષેકની તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘મનમર્ઝિયાં’ને દર્શકોએ ઘણી જ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અભિષેકેનાં અભિનયને પણ વખાણવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે આ ફિલ્મ દ્વારા અભિષેકે બે વર્ષ બાદ ફિલ્મોમાં પુનરાગમન કર્યું હતુ. આ વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતુ કે, “અભિષેકે 2 વર્ષ ફિલ્મોમાંથી બ્રેક લીધો. હું ખુદને ભાગ્યશાળી માનુ છું કે તેમણે અમારી સ્ક્રીપ્ટને પસંદ કરી અને કહ્યું કે, હું આ ફિલ્મથી જ પુનરાગમન કરવા ઇચ્છુ છું.”