Abhishek Bachchan will play the role of 'Bob Biswas'
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિષેક બચ્ચન ‘બોબ બિસ્વાસ’ બનીને મચાવશે કત્લ-એ-આમ

અભિષેક બચ્ચન ‘બોબ બિસ્વાસ’ બનીને મચાવશે કત્લ-એ-આમ

 | 3:37 pm IST
  • Share

  • અભિષેક બચ્ચનની  બોબ બિસ્વાસની ચર્ચા
  • અભિષેકની એક્ટિંગને લઇને જોવા મળશે વિવિધતા

હાની જેવી સુપરહિટ ફિલ્મના ડિરેક્ટર સુજોય ઘોષ હવે અભિષેક બચ્ચનને લઈને બોબ બિસ્વાસ નામની ફિલ્મ લઈને આવી રહ્યાં છે. સુજોયની ફિલ્મ કહાનીમાં એક પાત્રનું નામ પણ બોબ બિસ્વાસ હતું જે એક વીમા એજન્ટ હતો અને ખૂન કરતો હતો. આ પાત્રને વિસ્તારીને આ ફિલ્મ બની હોય તેવું લાગે છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે અને તેમાં અભિષેક બચ્ચનની એક્ટિંગની વિવિધતા દેખાઈ આવે છે.

ટ્રેલરમાં જુનિયર બચ્ચન પોતાની ઓળખ યાદ રાખવા પ્રયત્ન કરે છે કે તરત ભૂતકાળના પ્રસંગો સજીવન થઈ જાય છે એવું પાત્ર ભજવી રહ્યો છે. આ મૂંઝવણને કારણે તે સ્વયંનાં કામોનો ઇતિહાસ અને સાચાખોટાંની નવી વિકસેલી ભાવનાઓ વચ્ચે અટવાઈ પડે છે.

ફિલ્મને શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ અને સુજોય ઘોષે પ્રોડયુસ કરી છે. ફિલ્મ વિશે અભિષેક બચ્ચન કહે છે કે, ‘મેં બોબની ડૂબતી દુનિયામાં ઊંડી ડૂબકી મારવા અને નિર્માણ કરવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. આ સૌથી સારી ફિલ્મો પૈકીની એક છે જેમાં મેં કામ કર્યું હોય.’ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ મહત્ત્વના રોલમાં છે. ક્રાઈમ ડ્રામા આ ફિલ્મ એક પ્રેમકહાનીના બેકડ્રોપ પર આધારિત છે જેમાં કોન્ટ્રાક્ટ કિલર બોબ બિસ્વાસના જીવનનાં બેવડાં ધોરણને બતાવાયું છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો