Abhishek shared pics Jaya Bachchan On Completing 50 Years In Cinema
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા થવા પર અભિષેકે શેર કરી જયા બચ્ચનની સુંદર તસવીરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા થવા પર અભિષેકે શેર કરી જયા બચ્ચનની સુંદર તસવીરો

 | 1:11 pm IST
  • Share

‘અભિમાન’, ‘ગુડ્ડી’, ‘મિલી’, ‘શોલે’ અને અન્ય ઘણી હિટ ફિલ્મોમાં પોતાની મજબૂત ભૂમિકાઓ માટે જાણીતી પીઢ અભિનેત્રી જયા બચ્ચને તાજેતરમાં હિન્દી સિનેમામાં તેમના 50 વર્ષ પૂરા કર્યા. આ ખાસ દિવસે પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના માટે ખૂબ જ સુંદર નોંધ લખી છે. અભિષેકે તેની માતા અને અભિનેત્રી જયા બચ્ચનની ફિલ્મોની કેટલીક સુંદર તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ વાતને શેર કરીને તેણે જયા બચ્ચને માટે એક ભાવનાત્મક નોંધ પણ લખી છે. ‘અભિનેતાએ લખ્યું, “હું તેમનો પુત્ર બનવા માટે ખૂબ આભારી છું, અને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ થતા જોવું ગર્વની ક્ષણ છે. સિનેમામાં 50 વર્ષ પૂરા થવા બદલ શુભેચ્છા મમ્મી,આઇ લવ યુ.

ઉલ્લેખનીય છે કે જયા બચ્ચનને 1992 માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તેમણે 45 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે તેમની બોલીવુડ કારકિર્દીની શરૂઆત 1971 ની ફિલ્મ ‘ગુડ્ડી’ થી કરી હતી, જેમાં તેમણે ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો