60 per cent of India's professionals for new jobs because of Covid-19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતના 60 ટકા જેટલા પ્રોફેશનલ્સ કોવિડ-19ના કારણે નવી નોકરી શોધી રહ્યા છે : અહેવાલ

ભારતના 60 ટકા જેટલા પ્રોફેશનલ્સ કોવિડ-19ના કારણે નવી નોકરી શોધી રહ્યા છે : અહેવાલ

 | 8:50 am IST
  • Share

ભારતના 60 ટકા જેટલા પ્રોફેશનલ્સ નવી નોકરી શોધી રહ્યા છે તેવું કોરોના પછીના સમયમાં કર્મચારીઓનું માનસ કેટલું બદલાયું અને તેઓ પોતાની કેરિયર નવેસરથી શી રીતે ગોઠવવા માગે છે તેનો અભ્યાસ કરતા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. નવી નોકરી શોધનાર કર્મચારીઓમાંથી 33 ટકા નવી નોકરી નવા જ ક્ષેત્રમાં કરવા માગે છે.

તે માટે કર્મચારીઓ પોતાનું કૌશલ વિકસાવી રહ્યા છે જેથી કેરિયરમાં પ્રગતિ થઈ શકે. 90 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ નવી સ્કિલ્સ શીખવા આતુર છે. આ સર્વેક્ષણ એમેઝોનની જોબ સીકર ઈન્સાઈટ સર્વે નામની શાખા માટે ર્મોિંનગ કન્સલ્ટ નામની વેશ્વિક ડેટા ઈન્ટેલિજન્સ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના પુખ્ત વયના કર્મચારીઓનો 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો.

કેટલા ટકા કર્મચારીઓ શું માને છે?

51 ટકાને પોતે જે ક્ષેત્રમાં કામ કરતા હતા તેમાં જ આગળ વધવું છે 55 ટકા વધારે પગાર મેળવવા માટે નોકરી બદલવા માગે છે   ??56 ટકા સલામતી મળે એ માટે નોકરી બદલવા માગે છે. 49 ટકા કંઈક નવું શીખવા અને કરી બતાવવા જ નવી નોકરી શોધે છે   ??47 ટકા વધારે સલામત કાર્યસ્થળ માટે નોકરી શોધી રહ્યા છે.

75 ટકાને બીક છે કે તેમની આજની આવડત આઉટ ઓફ ડેટ થઈ જશે   ??90 ટકાને બધે કામ આવે એવી નવી સ્કિલ્સ શીખવા માગે છે   ??74 ટકાએ કહ્યું કે નોકરી બદલવાનું કારણ કોરોના જ છે   ??45 ટકા માને છે કે ડિજિટલ અને ટેકનિકલ આવડત નોકરી માટે અનિવાર્ય બની છે   ??38 ટકા માને છે કે માર્કેટિંગ સ્કિલ્સ હશે તો જ નવી નોકરી મળશે   ??76 ટકા કર્મચારીઓ કંપની કોઈ નવી ટ્રેનિંગ આપે તો મેળવવા તૈયાર છે   ??93 ટકા કોઈને કોઈ બાબતની નવી ટ્રેનિંગ લઈ રહ્યા છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો