કોર્પોરેટ પરિણામો અંગે રોકાણકારોનો ચાલુ રહેલો આશાવાદ - Sandesh
  • Home
  • Business
  • કોર્પોરેટ પરિણામો અંગે રોકાણકારોનો ચાલુ રહેલો આશાવાદ

કોર્પોરેટ પરિણામો અંગે રોકાણકારોનો ચાલુ રહેલો આશાવાદ

 | 2:52 am IST

મુંબઇ તા.૧૨

સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આજે શેરબજારમાં ધૂમ ખરીદી કરી હતી. કોર્પોરેટ પરિણામો અંગે રોકાણકારોનો ચાલુ રહેલો આશાવાદ અને આઇસીઆઇસીઆઇ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા એચડીએફસીના પીઠબળે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. સેન્સેક્સ ૮૮.૯૦ પોઇન્ટ વધી ૩૪૫૯૨.૩૯ અને નિફ્ટી ૩૦.૦૫ પોઇન્ટ વધીને ૧૦૬૮૧ ઉપર બંધ રહ્યા હતા.

તાતા સ્ટીલે જણાવ્યું હતું કે કંપનીએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ૩૨.૬ લાખ ટન ઉત્પાદન કર્યું હતું અને તે સામે ૩૩ લાખ ટન વેચાણ કર્યું હતું. જોકે, ગયા વર્ષે ઉત્પાદન ૩૧.૬ લાખ ટન હતું. કંપનીનું યુરોપનું સ્ટીલ ઉત્પાદન ૨૬.૭ લાખ ટન થયું હતું.

તાતા બિવરેજીસનો ભાવ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૩૨૫.૯૫ થયો હતો. તાતા કેમિકલ્સે યુરિયા અને ર્ફિટલાઇઝર્સનો બિઝનેસ રૂ.૨૬૮૨ કરોડમાં વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. શેરનો ભાવ રૂ.૬.૭૫ ઘટી રૂ.૭૬૪ થયો હતો. ટીસીએસે જણાવ્યું હતું કે ટ્રાન્સઅમેરિકા પાસેથી કંપનીને બે અબજ ડોલરનો ઓર્ડર મળ્યો છે. જોકે, ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકીંગ, ફાઇનાન્સિઅલ સર્વિસીસ અને ઇન્શ્યૂરન્સ સેગમેન્ટમાં કંપનીનો નફો અપેક્ષા કરતા ઓછો આવ્યો હતો. શેરનો ભાવ રૂ.૨૦.૬૦ ઘટીને રૂ.૨૭૬૯.૯૦ થયો હતો. તાતા ટેલીનું રૂ.૧૭૦૦૦ કરોડનું કરજ ચૂકવી દેવાશે એવા અહેવાલને પગલે તાતા ટેલી સર્વિસીસ મહારાષ્ટ્રનો ભાવ રૂ.૦.૩૦ વધી રૂ.૭.૨૦ થયો હતો.

શ્રી સિમેન્ટના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પ્રોત્સાહક પરિણામ છતાં શેરનો ભાવ રૂ.૬૭૧.૧૦ ઘટી રૂ.૧૮૮૬૫ થયો હતો.

ભેલે બિહારમાં ૨૫૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો હતો પરંતુ તેનો શેર રૂ.૦.૫૫ ઘટી રૂ.૧૦૨.૭૦ થયો હતો.

કેઇ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ.૩૪.૨૫ વધીને રૂ.૪૦૬.૫૦ થયો હતો. ડ્રેજીંગ કોર્પોરેશનને રૂ.૮૮.૫૦ કરોડનો નવો ઓર્ડર મળ્યો હતો. જોકે, શેરનો ભાવ રૂ.૦.૫૦ ઘટી રૂ.૮૨૪.૩૦ થયો હતો.

એમટેક ગ્રુપના શેર્સમાં વધારો જોવાયો હતો. યુકેનું મેટલ્સ ગ્રુપ અને અમેરિકાના હેજ ફંડ ડેક્કન વેલ્યૂ ઇન્વેસ્ટમેન્ટ એમટેક ઓટો માટે પ્રબળ દાવેદાર તરીકે આગળ આવવાના અહેવાલો બાદ શેર્સના ભાવ વધ્યા હતા. એમટેક ઓટો, ક્યૂટેક્સ ટેકનોલોજી અને મેટાલિસ્ટ ફોર્જીંગ્સમાં (પ્રત્યેકમાં પાંચ ટકા) વધારો જોવાયો હતો.

ઇન્ડિયા બુલ્સ રિઅલ એસ્ટેટનો ભાવ રૂ.૨.૪૦ ઘટીને રૂ૨૫૩.૨૫ થયો હતો. ડીશ ટીવી અને વિડિયોકોનના જોડાણમાં વિલંબ થયો હોવા છતાં ડીશ ટીવી રૂ.૫.૬૫ ઘટયો હતો જ્યારે વિડીયોકોન રૂ.૧.૨૦ વધ્યો હતો.

બિટકોઇન ગગડયો

બિટકોઇનમાં વર્તમાન સપ્તાહે ૨૨ ટકા ઘટાડો નોંધાયો હતો અને ૧૩૦૧૨ ડોલરે કામકાજ થયું હતું જે ૨૦૧૫ના વર્ષ બાદ સૌથી નીચો ભાવ છે.

SBIનો ભાવ ૦.૩૦ ટકા વધ્યો

સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઇ)એ આઇવીઆરસીએલ સામે ઇન્સોલવન્સીની પ્રક્રિયા શરૂ કર્યા બાદ તેના શેરનો ભાવ ૦.૩૦ ટકા વધી રૂ.૬.૪૦ થયો હતો.

;