maneka gandhi attack on rahul gandhi and priyanka gandhi
  • Home
  • Election 2019
  • રાહુલને તો ઘરનાં લોકોએ પણ માર્યા ટોણા, કાકીએ કહ્યું ‘રાજકારણ કંઈ બાળકોની રમત નથી’

રાહુલને તો ઘરનાં લોકોએ પણ માર્યા ટોણા, કાકીએ કહ્યું ‘રાજકારણ કંઈ બાળકોની રમત નથી’

 | 7:08 pm IST

2019માં મોદીએ કોંગ્રેસને કરારી હારનો સ્વાદ ચખાડ્યો છે. તો વળી રાહુલ ગાંધી પણ અમેઠીથી ઈરાની સામે હારી ગયાં. જેના પછી રાહુલની હાર પર કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પણ કટાક્ષ કર્યો છે. મેનકાએ રાહુલ ગાધીને કહ્યું કે રાજનિતી એ કોઈ બાળકોનો ખેલ નથી.

અમેઠીથી રાહુલની હાર બાદ તેમની કાકી અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાજનિતી બાળકોની રમત નથી. માત્ર લોકો સાથે હાથ મળાવવાથી કંઈ ચૂંટણી જીતી નથી શકાતી. પ્રચાર કરતા પણ સરખો નથી આવડતો. જો તમારે રાજનિતી કરવી જ હોય તો ગંભીર રીતે કરો અને સારી રીતે કરો.

મેનકાએ આગળ જીતનું કારણ જણાવતા વાત કરી કે આ વખતે 5 વર્ષથી બે પ્રકારે પાર્ટી કામ કરી રહી હતી. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કીમ પર કામ કરતા હતા તો બીજી તરફ અમિત શાહ પાર્ટીને મજબુત કરી રહ્યા હતા. જ્યા સુધી ચૂંટણી આવી ત્યાં સુધીમાં તો અમારી પાર્ટી જન જન સુધી પહોંચી ગઈ હતી. મોદી શાહના ગઠબંધનના કારણે અમારૂ ગઠબંધન ચાલ્યું.

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પર મેનકાએ કહ્યું કે, તેને પ્રચાર કરવાની કોઈ અક્કલ જ નથી. ચૂંટણી દરમિયાન એવી વાતો જ કરી કે જે વાત સાથે ગામ લોકોને કોઈ મતલબ જ નથી. માત્ર ગાડીમાં ફરવુ અમે લોકો સાથે હાથ મળાવવાથી તો ચૂંટણી ન જીતી શકાય. આજે આખા ઉતર ભારતમાં ક્યાંય કોગ્રેસ નથી રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન