about fighting terrorism india promises full support to sri-lanka
  • Home
  • World
  • ભારત શ્રીલંકાના સમર્થનમાં, આતંકવાદ સામે લડવામાં કરશે તમામ મદદ!

ભારત શ્રીલંકાના સમર્થનમાં, આતંકવાદ સામે લડવામાં કરશે તમામ મદદ!

 | 4:24 pm IST

આમ તો ભારત પર પણ પુલવામાં જેવા આંતકી હુમલા થયા છે અને ભારતે તેનો જવાબ પણ આપ્યો છે. તો હવે ભારતે શ્રીલંકાને પણ આશ્વાસન આપ્યું છે. તેમજ કહ્યું છે કે આંતકવાદ વિરુદ્ધ લડાઈ માટે અમે તમારી પૂરી રીતે મદદ કરશું. આગળ ભારતે કહ્યું કે અમે આતંકવાદને જડથી ઉખેડવા માટે તમને થઈ શકે એટલી મદદ કરવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 11 ભારતીય સહિત 260 લોકોનાં મોત થયાં હતા. શ્રીલંકામાં ભારતીય ઉચ્ચાયુક્ત તરનજીત સિંહ સિદ્ધુએ શુક્રવારે શ્રીલંકાના દલાદા માલીગાવમાં બોદ્ધ લોકો સાથે એક બેઠક યોજી હતી. ત્યારે હાલમા શ્રીલંકાની જે સ્થિતિ છે એના પર વાત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન જ સિંહ સિદ્ધુએ કહ્યું કે આતંકવાદ સામે લડવા માટે ભારત દરેક સંભવ તમારી મદદ માટે તૈયાર છે.

દલાદા માલીગાવાએ સિંહ સિદ્ધુનું સન્માન કર્યું હતુ. અને ત્યાનાં સૌથી આદરણીય શ્રી સુમંગલાના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં થયેલા હુમલાની જાણકારી ભારતે પહેલાથી જ શ્રીલંકાને આપી હતી. જો કે શ્રીલંકાએ જાણકારી મળવા છતાં કોઈ કાર્યવાહી કરી ન હતી અથવા તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ સમયે આત્મઘાતી મહિલા સાથે 9 હુમલાખોરોએ મળીને આ સીરિયલ ધમાકાને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં 260 લોકો મોત પામ્યા હતા અને અન્ય 500 લોકો ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન