ફરાર શખ્સને ઝડપવા રૂ.૧૦ હજારનું ઈનામ જાહેર કરાયું - Sandesh
  • Home
  • Gujarat
  • ફરાર શખ્સને ઝડપવા રૂ.૧૦ હજારનું ઈનામ જાહેર કરાયું

ફરાર શખ્સને ઝડપવા રૂ.૧૦ હજારનું ઈનામ જાહેર કરાયું

 | 3:39 am IST

સુરેન્દ્રનગર :

ચોટીલા પોલીસ સ્ટેશનમાં ભુરીયો નાનુ ખુમસીંગ આદિવાસી પોતાની ધરપકડ ટાળવા શારૂ નાસતો ફરે છે. તેમજ અગાઉ આ શખ્સ વિરૂધ્ધ તા.ર૭-૧૦-ર૦૧પ ના રોજ સી.આર.પી.સી. કલમ-૭૦ મુજબ વોરંટ નીકળતા શખ્સ નાસી છૂટેલ છે. આથી ભુરીયો નાનુ ખુમસીંગ આદિવાસી બાબતે કોઈ ચોક્કસ અને આધારભુત હકીકત આપશો અથવા શખ્સને શોધી કાઢી તપાસ કરનાર અધિબ્કારી સમક્ષ રજૂ કરશે તેને પોલીસ અધિકારી દિપક મેઘાણી દ્વારા રૂ.૧૦ હજારનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નાસી છૂટેલ શખ્સની માહિતી આપનારનું નામ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. આ શખ્સની માહિતી આપવા માટે એસ.પી. મેઘાણી, લીંબડી નાયબ પોલીસ અધિક્ષક, ચોટીલા પી.આઈ. તેમજ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ નં. (૦ર૭પર) ર૮ર૪પર ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.